Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન રદ કરી નાખ્યા

નવી દિલ્હી, લખીમપુર ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટે મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાના જામીન રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે. સુપ્રીમના આ આદેશ બાદ હવે આશીષ મિશ્રાએ એક અઠવાડિયાની અંદર સરન્ડર થવું પડશે. આ મામલે સુપ્રીમ કોર્ટે ૪ એપ્રિલના રોજ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો.

લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના આરોપી આશીષ મિશ્રાને આજે સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન ફગાવી દીધા છે. અત્રે જણાવવાનું કે આશીષ મિશ્રા ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે.

લખીમપુરમાં જે ખેડૂતો પર ગાડી ચડી હતી તે મામલે આશીષ મિશ્રાનું નામ આવ્યું હતું. આશીષ મિશ્રાને અલાહાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષને ધ્યાનમાં રાખ્યો નહીં. પીડિત પક્ષનું સાંભળવામાં આવ્યું નથી. ૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ લખીમપુરના તિકુનિયામાં થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા હતા.

એવો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપથી ખેડૂતોને કચડી નાખ્યા. આ મામલે યુપી જીૈં્‌ એ ૫૦૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. એસઆઈટીએ આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવ્યો હતો.

એટલું જ નહીં એસઆઈટીના જણાવ્યાં મુજબ આશીષ ઘટનાસ્થળે હાજર હતો. આ મામલે અલાહાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશીષ મિશ્રાને જામીન આપ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.