Western Times News

Gujarati News

રણબીર-આલિયાએ લગ્નની દરેક રસમ પછી વેડિંગ કેક કાપી

મુંબઇ, Alia Bhatt અને Ranbir Kapoor આખરે ગુરુવારે (૧૪ એપ્રિલ) પરણી ગયા. આ સાથે નીતૂ કપૂર પણ વહુના સાસુ બની ગયા છે. દીકરા રણબીર કપૂરના લેડીલવ આલિયા ભટ્ટ સાથે લગ્ન થતાં નીતૂ કપૂર સૌથી વધારે ખુશ છે. લગ્ન થયા તે પહેલા જ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વહુ આલિયાના ખૂબ વખાણ કર્યા હતા.

હવે સોશિયલ મીડિયા પર રણબીર-આલિયાના લગ્નના ફોટોગ્રાફ્સ જાેવા મળી રહ્યા છે. રણબીર-આલિયાના ફેન્સ પણ આ ફોટોગ્રાફ્સ શેર કરી રહ્યા છે. દરમિયાન રણબીર-આલિયાનો એક ફોટોગ્રાફ જાેવા મળી રહ્યો છે કે જેમાં તેઓ લગ્નની કેક (વેડિંગ કેક) કાપ્યા પછી એકબીજાને લિપ કિસ કરતા જાેવા મળી રહ્યા છે. આ ફોટોમાં રણબીર-આલિયા એકબીજામાં ખોવાયેલા જાેવા મળી રહ્યા છે.

રણબીર-આલિયાના લગ્નનો આ ફોટો રણબીરના જીજાજી ભરત સહાનીએ ક્લિક કર્યો છે કે જેમાં વેડિંગ કેક કાપ્યા પછી રણબીર-આલિયા એકબીજાને કિસ કરતા જાેવા મળી રહ્યા છે.

રણબીર-આલિયાના લગ્નના દિવસે આલિયા ભટ્ટે શેર કરેલા ફોટોગ્રાફમાં પણ રણબીર-આલિયા એકબીજાને કિસ કરતા જાેવા મળ્યા છે. બોલિવુડના સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા ત્યારે તેમના ઘરે પણ કિન્નરો પહોંચ્યા હતા.

નવદંપતીને આશીર્વાદ આપવા આવેલા કિન્નરોને રણબીર કપૂરે શુકન પેટે એક રકમ આપી હતી પરંતુ તેમણે તે લેવાનો ઈનકાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કિન્નરોએ તેમને આપવામાં આવેલી રકમના ત્રણ ગણા રૂપિયા માગ્યા હતા. માહિતી અનુસાર, “કિન્નરોને મોટી રકમ આપવામાં આવી હતી પરંતુ તેમણે તે લેવાનો ઈનકાર કરતાં ત્રણ ગણા રૂપિયા માગ્યા હતા.

કિન્નરોને ૩૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ તેમણે તે લેવાનો ઈનકાર કરતાં ૯૦,૦૦૦ રૂપિયા માગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ૧૪ એપ્રિલે પાલી હિલમાં આવેલા પોતાના ઘરમાં જ અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

આલિયાના લગ્ન વિશે વાત કરતાં તેના ભાઈ રાહુલ ભટ્ટે કહ્યું, “પંડિતજી વિધિને લઈને ખૂબ ચોક્કસ હતા. કપૂર અને ભટ્ટ પરિવારના વડીલો પંડિતને પણ સલાહ-સૂચનો આપી રહ્યા હતા કે આમ નહીં આ રીતે કરો…પરિવાર છેને આવું કરે તે સ્વાભાવિક છે.

મારા પપ્પા અચાનકથી ફિલ્મ ડાયરેક્ટર બનીને જાણે ફિલ્મ ડાયરેક્ટ કરતાં હોય તેમ વર્તવા લાગ્યા. પરંતુ પંડિતજીએ પોતાની રીતે જ વિધિ કરાવી. માત્ર ચાર ફેરા થયા અને તેમણે દરેક ફેરાનો અર્થ સમજાવ્યો હતો. હું ધ્યાનથી સાંભળતો હતો. એક ફેરો ધર્મનો, એક સંતાનનો, એક કર્મનો અને તેમ ચાલતું રહ્યું.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.