Western Times News

Gujarati News

ભગવાન રામને લઈને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીનુ નિવેદન

પટણા, ભગવાન રામને લઈને  બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

દેશના જુદા જુદા ભાગોમાં ધાર્મિક સરઘસો દરમિયાન અથવા તેના કારણે થતી સાંપ્રદાયિક ઘટનાઓને રોકવા માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે મોટી માંગણી કરી છે. તેમણે રવિવારે સાંજે ટ્‌વીટ કરીને માંગ કરી છે કે દેશમાં તમામ પ્રકારના ધાર્મિક સરઘસ પર પ્રતિબંધ લગાવવો જાેઈએ.

નેતાએ ટ્‌વીટ કરીને લખ્યું, “હવે સમય આવી ગયો છે જ્યારે દેશમાં તમામ પ્રકારના ધાર્મિક સરઘસ પર પ્રતિબંધ લગાવી દેવો જાેઈએ. ધાર્મિક સરઘસોને કારણે દેશની એકતા અને અખંડિતતા જાેખમમાં હોય તેવું લાગી રહ્યું છે. આને તાત્કાલિક રોકવું જાેઈએ.

નોંધનીય છે કે, ૧૬ એપ્રિલે રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં અચાનક હિંસા ફાટી નીકળી હતી. હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, ત્યારબાદ વાતાવરણ બગડી ગયું હતું. આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

બિહારના મુઝફ્ફરપુરમાં રામ નવમીના અવસર પર બદમાશોએ મસ્જિદ પર ભગવો ઝંડો ફરકાવ્યો, જેના કારણે ભારે હંગામો થયો. માની શકાય છે કે આ ઘટનાઓને જાેતા માંઝીએ સરકાર પાસે આ માંગણી કરી છે. એ વાત જાણીતી છે કે ભૂતકાળમાં માંઝીએ આંબેડકર જયંતિ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન રામને ભગવાન તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

તેમણે કહ્યું હતું કે, “હું રામને ભગવાન માનતો નથી. તેઓ ગોસ્વામી તુલસીદાસ અને વાલ્મીકિની રચનામાં માત્ર એક પાત્ર હતા. આવી સ્થિતિમાં હું તેમને (ગોસ્વામી તુલસીદાસ અને વાલ્મીકિ)માં માનું છું, પણ રામને માનતો નથી. ” તેમના નિવેદન સામે BJPના નેતાઓએ ભારે વાંધો ઉઠાવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.