Western Times News

Gujarati News

Sensex ૧૧૦૦થી વધુ પોઈન્ટ તૂટ્યો,Nifty માં પણ ઘટાડો

મુંબઇ, રજા બાદ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર ફરી એકવાર લાલ નિશાન પર ખુલ્યું હતું. BSEનો ૩૦ શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ ૧,૧૩૦ પોઈન્ટ અથવા ૧.૯૪ ટકા ઘટીને ૫૭,૨૦૯ પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી ઈન્ડેક્સ ૨૯૯ પોઈન્ટ્‌સ અથવા ૧.૭૧ ટકાના ઘટાડા સાથે ૧૭,૧૭૬ના સ્તરે ટ્રેડિંગ શરૂ કરે છે.

બજાર ખુલતાની સાથે જ લગભગ ૯૫૦ શેર વધ્યા છે, ૧૬૧૧ શેર ઘટ્યા છે અને ૧૪૨ શેર યથાવત રહ્યા છે. નોંધનીય છે કે ગયા સપ્તાહના બુધવારે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી, પરંતુ દિવસના અસ્થિર કામકાજ બાદ અંતે બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. બીએસઇ સેન્સેક્સ ૨૩૭ પોઈન્ટ અથવા ૦.૪૧ ટકા ઘટીને ૫૮,૩૩૯ પર બંધ થયો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી ઈન્ડેક્સ ૫૫ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા ઘટીને ૧૭,૪૭૬ પર બંધ થયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.