Western Times News

Gujarati News

વીજળીનો વપરાશ વધાર્યા વિના ACમાંથી કૂલિંગ મેળવવા માટે આ ઉપાય અજમાવો

તાપમાનમાં વધારો થવાની સાથે ભારતના કેટલાંક શહેરો વર્ષમાં મુશ્કેલ ઉનાળામાંથી પસાર થઈ રહ્યાં છે. આ દઝાડી દે એવી ગરમી – પછી તમે ઓફિસમાં દિવસભર કામ કર્યા પછી ઘરે પાછાં ફર્યા હોય કે ઘરેથી કામ કરતાં હોય – તમારે સાનુકૂળ વાતાવરણની જરૂર છે, જે ગરમીને દૂર કરીને તમને સુવિધા આપે અને તમારી કાર્યદક્ષતા વધારે.

ઉનાળો બેસવાની સાથે આપણે એર કન્ડિશનરના ઉપયોગ વિશે સાવચેતી રાખવી જોઈએ અને એની કાર્યદક્ષતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જ્યારે થોડી સારસંભાળ અને જાળવણીથી તમારું એસી શ્રેષ્ઠ ક્ષમતા સાથે કામ કરી શકે છે, ત્યારે વીજળીના બિલમાં બચત થઈ શકે છે

અને તમારો ઉનાળો સુવિધાજનક રીતે પસાર થઈ શકે છે. નીચે તમારા એર કન્ડિશનર્સની કાળજી લેવા માટે કેટલાંક સરળ પગલાં આપ્યાં છે, જેથી તમને ઉનાળામાં પાવરફૂલ કૂલિંગ મળે, તો વીજળીનો અસરકારક રીતે ઉપયોગ થાય.

·         ઉનાળો બેસે એ અગાઉ તમારા એસીની નિવારણાત્મક મેઇન્ટેનન્સ સર્વિસ કરાવવી ઉચિત છે. એનાથી તમારું એસી શ્રેષ્ઠ રીતે કામ કરશે અને સુનિશ્ચિત થશે કે ઉનાળો પરાકાષ્ઠાએ હોય ત્યારે તમારું એસી કામ કરે અને તમારે ચિંતાની જરૂર નહીં રહે.

·         તમારા એસીનું એર ફિલ્ટર ચોખ્ખું છે એની ખાતરી કરો, જેથી મહત્તમ કૂલિંગ મળે અને કાર્યદક્ષતા સુનિશ્ચિત થાય. જ્યારે એર-કન્ડિશનરનો સૌથી વધુ ઉપયોગ થતો હોય, ત્યારે રૂમમાં ડસ્ટ ન રહે એ ટાળવું જોઈએ. અઠવાડિયામાં એક વાર ફિલ્ટરની ચકાસણી કરવી જોઈએ, જેથી સુનિશ્ચિત થશે કે ફિલ્ટરમાં ડસ્ટ કે રેષા જામી નહીં જાય. ફિલ્ટરને ચોખ્ખું કરવું સરળ છે અને અહીં તમને સરળ વીડિયો ગાઇડ મદદરૂપ થશેઃ https://www.youtube.com/watch?v=40tLimZW7zY

·         એર કન્ડિશનરના આઉટડોર યુનિટની આસપાસનો એરિયા ચોખ્ખો હોય અને તેમાં કોઈ ગંદકી જમા ન થાય એની ખાતરી કરો. ડસ્ટ અને ગંદકી હવાની અવરજવરને અટકાવે છે અને તમારી સિસ્ટમને કામ કરવામાં મુશ્કેલી પડે છે, જ્યારે તેની કાર્યદક્ષતાને નુકસાન થાય છે, ત્યારે એની ટકાઉક્ષમતા ઘટી જાય છે.

·         તમારા એર કન્ડિશનર્સને 24થી 26 ડિગ્રી સે.ના આદર્શ તાપમાન પર જાળવો, જે તમારી સુવિધા પર આધારિત છે, જેથી કૂલિંગ અને ઊર્જાની બચતનું યોગ્ય સંતુલન જળવાશે. આ નોંધ મહત્વપૂર્ણ છે કે, તમે 22 ડિગ્રી સે.થી વધારે દરેક ડિગ્રી વધારે સેટ કરશો એટલે 3થી 5 ટકા ઓછી ઊર્જાનો વપરાશ થશે.

·         રાતે સ્લીપ/ટાઇમર ફંક્શનનો ઉપયોગ કરવાની સલાહ છે.

·         સીલિંગ ફેનનો ઉપયોગ કરો, જેથી ઠંડક એકસમાન રીતે ફેલાય અને ગરમ હવા નીચેની તરફ ધકેલાય, આ રીતે એર કન્ડિશનરના આઉટડોર યુનિટ પર ઓછું દબાણ આવશે અને કૂલિંગ સરળતાપૂર્વક ફેલાઈ શકે છે.

·         ભારે પડદાઓ કે બ્લેકઆઉટ પડદાઓ સાથે સૂર્યના કિરણોને રોકો. એનાથી સૂર્યના કિરણોને દૂર રાખવામાં મદદ મળશે અને રૂમ સ્વાભાવિક રીતે બપોરે થોડો વધારે ઠંડો રહેશે.

·         બારીઓ કે બારણા ખુલ્લાં રાખીને એર કન્ડિશનર્સને ચાલુ ન કરો. રૂમમાં બારી, બારણા વગેરે બરોબર બંધ હોવા જોઈએ.

·         છેલ્લો પણ મહત્વપૂર્ણ મુદ્દો, પર્યાવરણને અનુકૂળ એસીનો ઉપયોગ કરવાનું યાદ રાખો, જે R290 કે R32 જેવા ઇકો-ફ્રેન્ડલી રેફ્રિજરન્ટનો ઉપયોગ કરે છે, જે ઓઝોનના સ્તરને બિલકુલ નુકસાન કરતાં નથી અને ગ્લોબલ વોર્મિંગની અતિ ઓછી સંભવિતતા ધરાવે છે.

એટલે આગળ વધો, તમારા એસીની મહત્તમ કાર્યદક્ષતાનો લાભ લેવા જરૂરી પગલાં લો અને ઉનાળાની ગરમીમાંથી છૂટકારો મેળવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.