Western Times News

Latest News from Gujarat

આઝાદીના શહીદોના સન્માનમાં ગુજરાતમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીના શહીદોના સન્માનમાં BJP યુવા મોરચો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પ્રશાંત કોરાટ દ્વારા સમગ્ર ગુજરાતમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

ત્યારે આજરોજ નડિયાદ વિધાનસભા ખાતે આ રેલીનું આગમન થયું હતું અને નડિયાદ વિધાનસભાના કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં જોડાયા આ રેલીને ભવ્યાતિભવ્ય સફળ બનાવી હતી.આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ વિધાનસભાના મુખ્ય દંડક

પંકજભાઇ દેસાઇ , પ્રદેશ મંત્રી જાનવીબેન વ્યાસ ખેડા જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પટેલ ખેડા જીલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ તથા નટુભાઈ સોઢા ખેડા જિલ્લા ઉપપ્રમુખ રાજન ભાઈ દેસાઈ નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા નડિયાદ શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ દેસાઈ શહેર મહામંત્રી તેજસ પટેલ તથા જિલ્લા તથા શહેર સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon