Western Times News

Gujarati News

વૃક્ષ માટે તો વાવાઝોડુ તો એક તક કહેવાય ખબર તો પડે કે કેટલા ટકી શકે?!

કોંગ્રેસને મજબુત કરવા માટે દ્વિપક્ષીય રાજકીય પ્રથા અનિવાર્ય-જાે કોંગ્રેસ તેના તરફ ધ્યાન આપશે તો કોંગ્રેસનો ૨૦૨૪ માં સત્તા ગ્રહણ કરવાનો માર્ગ મોકળો થશે!!

કોંગ્રેસના નેતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત જવાલાલ નેહરૂ નો રાજકીય ઇતિહાસ બંધારણીય મૂલ્યો મજબૂત કરવાનો રહ્યો તો શાળા ઓમા અને કોલેજમાં ભારતમાં ‘જગતના ધર્મો’ નહીં ભારતનું બંધારણ ભણાવો જેથી યુવાનોમાં જાગૃતિ આવે!!

તસવીર ભારતની સંસદ ની છે ભારતમાં અનેક પ્રાદેશિક પક્ષોના નેતાઓએ પોતાની રાજકીય સત્તાની મહત્વાકાંક્ષાને લઈને દેશમાં પ્રાદેશિક પક્ષો એ દેશની સંસદ ને નબળી બનાવી દીધી છે લોકશાહી મજબૂત કરવી હોય, વિકાસ ભ્રષ્ટાચાર મુક્ત કરવો હોય, અને અખંડ ભારતને મજબૂત બનાવવું હોય તો ભારત ને આંતરિક રીતે મજબૂત બનાવવું જાેઈએ !

મોંઘવારી બેકારી પર કાબૂ મેળવવો હોય તો કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલની જેમ દેશમાં નાના નાના રજવાડા જેવા બની ગયેલા રાજકીય પક્ષોનો સૈધાંતિક વિચારધારા ને આધારે કોંગ્રેસમાં સંપૂર્ણ વિલીનીકરણ કરવાની જરૂર છે! વિશ્વમાં અનેક ભારતીય કુળના સક્ષમ વ્યક્તિઓને રાજકીય ઉદાર નીતિ સાથે શ્રેષ્ઠ હોદ્દા પર નિયુક્ત કરાય છે

એ જ રીતે ભારતીય મૂલ્યો ને સમર્પિત વ્યક્તિઓને પણ આપણા દેશમાં દરેક ને પ્રોત્સાહન મળવું જાેઈએ! આપણા દેશમાં શાળાઓમાં ‘જગતના ધર્મ’ નહીં ભણાવાય તો ચાલશે પણ દેશના બંધારણના ‘આમુખ’! દેશના બંધારણીય મૂલ્યો! અને લોકશાહી માનવ અધિકાર અને સમાનતાના મૂલ્યોનું બંધારણીય શિક્ષણ આજની યુવા પેઢીને આપવાની જરૂર છે

કોંગ્રેસે યુપીએનું કોંગ્રેસમાં વિલિનીકરણ કરી એક મજબૂત પક્ષ બનાવવાની જરૂર છે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે!! તેનું વજન વિશ્વમાં જુદા જુદા દેશોમાંથી શસ્ત્રો ખરીદી ને વધારવાની જરૂર નથી, પણ લશ્કરી ટેકનોલોજીનો ઉત્પાદન ભારતમાં શરુ કરે તેજ દેશના શસ્ત્રો ખરીદવા નીતિ ઘડવી જાેઈએ!

જેથી વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવે, નોકરીઓ ની ઉપલબ્ધિ વધે અને આપણા એન્જીનિયરો તૈયાર થાય! નહીં તો વિશ્વના લશ્કરી સાધનોના વેચતા દેશો ભારત ને દબાવતા રહેશે!! અને ભારતની સાર્વભૌમત્વ ની તાકાત કમજાેર થશે! જાે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખી કોંગ્રેસ પોતાની નવી રણનીતિ ઘડશે તો ચોક્કસ સફળ થશે!

એક બાબત નો સારો સંકેત છે કે કોંગ્રેસે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે ૨૦૨૪ ની રણનીતિ નક્કી કરવા સાથ લીધો છે પરંતુ કોંગ્રેસ સિદ્ધાંત સમર્પિત નેતાઓને જ ચૂંટણીમાં ટિકિટ આપવી જાેઈએ અને હોદ્દા પણ એમને જ આપવા જાેઈએ!! શ્રેષ્ઠ અને સ્વચ્છ પ્રતિભાશાળી નેતાઓને ગુજરાતનું નેતૃત્વ સોપવું જાેઈએ!

તસ્વીર મહાત્મા ગાંધીની છે તેમણે પોતાના સિદ્ધાંતો માટે પોતાની જિંદગી દેશ માટે હોમી દીધી! શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પોતાની જિંદગીની ચિંતા ન કરી અને શહીદ થઇ ગયા રાજીવ ગાંધીએ ભય મુક્ત થઇ કડક પગલાં લઈ જાન ગુમાવ્યો ત્યારે કોંગ્રેસે દ્વિપક્ષી શાસન પદ્ધતિ ને મજબૂત કરવાની જરૂર છે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની,સ્વીત્ઝર્લેન્ડ તેના ઉત્તમ ઉદાહરણ છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

ભારતને વિશ્વમાં વાસ્તવિક રીતે મજબૂત કરવા શસ્ત્રોનું ઉત્પાદન ભારતમાં કરવા આગ્રહ કરાશે તો જ રાષ્ટ્રનુ સાર્વભૌમત્વ મજબૂત થશે બાકી શસ્ત્રો વેચતા દેશો ભારતને દબાવતા રહેશે તો તેનો ઉકેલ શું?!

શ્રી મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ની પ્રેરણાદાયી આત્મીયતા ની તસ્વીર

ઇઝરાયેલ ના સ્થાપક ડેવિડ બેન ગુરિયને સરસ કહ્યું છે કે ‘‘તમે ઇતિહાસને બદલી ન શકો એવું માનનારા હોય ત્યારે પોતાની ડાયરી લખવાનો પ્રયાસ કર્યો હોતો નથી”!! વિયેતનામના વડાપ્રધાન હો.ચી.મીન્ડેએ કહ્યું છે કે ‘‘વૃક્ષ માટે વાવાઝોડુ તો એક તક કહેવાય ખબર તો પડે કે એ કેટલા ટકી શકે છે”!!

અમેરિકા બ્રિટન નું સંસ્થાન હતું! આઝાદ નહોતુ!! ૧૭૮૯માં અમેરિકા સ્વતંત્ર થયું સ્વિઝરલેન્ડ ની આધુનિક લોકશાહીનો પાયો ૧૭૮૯ થી ૧૮૧૫ વચ્ચે નખાયો ફ્રાન્સમાં ૧૭૮૯માં થયેલી ક્રાંતિ પછી ધીરે ધીરે સરકાર અસ્તિત્વમાં આવી! ભારત ૧૯૪૭માં આઝાદ થયું ત્યારે ભારતમાં વિકાસ કરવા માટે કંઈ જ નહોતું!

પરંતુ અનેક અત્યંત ગંભીર પડકારો વચ્ચે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું સુકાન સંભાળી દેશને બેઠો કર્યો આજે કોંગ્રેસ દેશ માટે કંઈક કર્યું નથી એવું તો કઈ રીતે કહી શકાય?! પણ આજે કોંગ્રેસને ફરી જીવંત કરવા અને મહાત્મા ગાંધીના આદર્શો પર ચાલતા કરવા નવો પ્રયાસ કરવાની જરૂર છે

મહાત્મા ગાંધીએ સરસ કહ્યું છે કે ‘‘પરમેશ્વરની ધર્મ હોતો નથી’’! જ્યારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે ‘‘હું સારું કાર્ય કરું ત્યારે મને સારું લાગે અને ખરાબ કરું ત્યારે ખરાબ લાગણી અનુભવાય એ જ ધર્મ”!! દુનિયામાં અગાઉ આવી વિચારધારા ધરાવનારા નેતાઓથી વિશ્વ ભરેલું હતું મહાત્મા ગાંધી, પંડિત જવાલાલ નેહરુ, સરદાર પટેલ પ્રથમ ભારતીય હતા

તે કોઈ કોમ ના નેતા નહોતા પોતે કોમ, જ્ઞાતિ અને જાતિ થી પોતાને ક્યારે ઓળખાવતા ન હતા સરદાર પટેલે માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે આકાશવાણી પર ઉર્દુ સેવાઓ સજીવન કરી હતી!! અગાઉ રાજકારણમાં સાંપ્રદાયિક કટ્ટરતાની રાજનીતિ નહોતી એટલું જ નહીં દુનિયાભરમાં રંગભેદ હશે

પણ ક્યાંય ધર્મ આધારિત કોમવાદ નથી!! મહાત્મા ગાંધી અને સરદાર પટેલની સૌજન્યતા ભરી આ તસવીર દેશમાં વિવિધતામાં એકતા જાેવા માટે અને સર્જનશીલ રાજનીતિનો સર્જન કરવા માટે, બિનસાંપ્રદાયિક મૂલ્યો ચરિતાર્થ કરવા માટેઆ તસ્વીર પ્રેરણાદાયી છે આવી ભાવનાઓ વાળા ભેગા થઈ એક જ પક્ષ રચવી જાેઈએ એ આજ ના સમયની માંગ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.