Western Times News

Gujarati News

સાબરકાંઠા, અરવલ્લીમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધતાં તંત્ર હરકતમાં આવ્યું

૧૫,૦૦૦ લોકોને અસર થઈ-ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો

બાયડ, છેલ્લા ૫ દિવસથી કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. હીટવેવના કારણે સાબરકાંઠા, અરવલ્લીના ૧૫૦૦૦થી વધુ લોકો બિમાર પડ્યા છે. ગરમી પ્રકોપ પ્રાણઘાતક સાબિત થાય તેવી દહેશત ઉભી થઈ છે. સાબરકાંઠા અરવલ્લી આરોગ્ય તંત્રને એક સપ્તાહમાં હીટ સ્ટ્રોકના ૧૯૩ કેસ નોંધાયાનું જાણવા મળ્યું છે.

ગરમી પ્રકોપએ જનજીવનને છીન્ન ભિન્ન કરવાની સાથે ધંધા-રોજગારને ચોપટ કરી નાંખ્યા છે. અસહ્ય ગરમીથી અનેક લોકોએ ફરવા જવાનું ટાળી દેતાં પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. રવિવારે પણ સાબરકાંઠા, અરવલ્લીમાં સનસ્ટ્રોકનું મોજુ હાવિ રહ્યું હતું. લમણા શેકી નાંખતી ગરમીના કારણે બપોરે માર્ગાે સૂમસામ બની ગયા હતા.

તાપમાનનો પારો ૪૧ ડીગ્રીને પાર કરી ગયો છે પરંતુ અગાઉ કરતાં ૧ થી 1.5 ડીગ્રી તાપમાન ઘટ્યું છે પરંતુ ધૂળની ડમરીયો ઉડાડતા પવનના કારણે તાપમાન વધુ હોવાનું પ્રજાએ અનુભવ્યું હતું. અસહ્ય ગરમીએ ભૂગર્ભ જળસ્ત્રોતને માઠી અસર પહોંચાડી છે. જે તળાવો, જળાશયોમાં પાણી હતાં તેમા પણ અસહ્ય ગરમીના કારણે આચમની સ્થિતિમાં આવી ગયાં છે.

ટૂંકમાં ગરમી પ્રકોપે માનવ જીવનને ઘમરોળી નાખતાં માત્ર ૩ દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકો ઝાડા-ઊલટીની ઝપેટમાં આવી ગયા છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રએ અસહ્ય ગરમીના કારણે બાળકો માટે અસહ્ય ગરમી પીડાદાયક સાબિત થઈ રહી છે. ગરમીના કારણે પ્રજાની ખોરાક શક્તિમાં પણ ઘટાડો નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.