Western Times News

Gujarati News

સરડોઈના કલાકારનેે પૂ.મોરારી બાપુના હસ્તે નટરાજ એવોર્ડ

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના સરડોઈ ના રાષ્ટ્રીય કલ્ચર ફેલો નું શ્રી ચિત્રકૂટ ધામ-તલગાજરડા (મહુવા -ભાવનગર )માંAward for Lifetime service to Indian Culture અન્વયે Natraj એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતીના દિવસે ૧૬એપ્રિલ ના રોજ યોજાયેલ આ રાષ્ટ્રીય સમારંભમાં સાહિત્ય, સંગીત, કલા, લોકકલા, ફિલ્મ સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રમાં જીવનપર્યન્ત ઉત્કૃષ્ઠ કામગીરી કરી હોય એવા ચાલીસ જેટલા મહાનુભાવોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના લોકનાટ્ય ભવાઈ કલામાં અભિનયનાં ઓઝસ પાથરનાર અને ભવાઈ કલાને શિક્ષણમાં વણી લેવાની આગવી સૂઝ ધરાવતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોતીભાઈ ભગવાનભાઈ નાયકનું વિશ્વ વંદનીય પરમ પૂજ્ય સંત મોરારીબાપુએ ખેસ, સુત્રમાલા, શાલ, નટરાજ એવોર્ડ અને રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર રાશિનો ચેક અર્પણ કરી સન્માન અને વંદના કરી હતી.

આ પ્રસંગે ગુજરાતના નામાંકિત કલાકારો દીપિકા ચીખલીયા (રામાયણ ની સીતા )મનોજભાઈ જાેષી (ચાણક્ય ),અર્ચનભાઈ ત્રિવેદી (નાટ્યકાર ),જનકભાઈ દવે (સાહિત્યકાર )સહિતના અનેક કલાકારોને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીતારામભાઈ નાયક (ગુરુદત્ત આશ્રમ -સરડોઈ )મયુરભાઈ નાયક -સરડોઈ ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિશ્ચંદ્રભાઈ જાેશીએ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.