Western Times News

Gujarati News

70મી ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસ અને આઇફેક્સનો ગાંધીનગરમાં પ્રારંભ

ગાંધીનગર,70મી ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસ અને આઇફેક્સનો ગાંધીનગરમાં પ્રારંભ

ત્રણ દિવસની આ કોન્ફરન્સ અને પ્રદર્શનમાં વિશ્વના ફાઉન્ડ્રી ઉદ્યોગ અગ્રણીઓ એકત્રિત થયા છે અને આ સમારંભ ઉદ્યોગને ફરીથી ભારે વૃધ્ધિના પંથ ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા બજાવશે ગાંધીનગર તા. 17 એપ્રિલ, 2022: 70th Indian Foundry Congress & IFEX અંગેના 18મા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન (IFEX) તથા કાસ્ટ ઈન્ડીયા એક્સપોનો ગાંધીનગરમાં હેલિપેડ એકઝિબિશન ગ્રાઉન્ડમાં ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન શ્રી જગદિસ વિશ્વકર્મા (પંચાલ) ની હાજરીમાં રવિવારે પ્રારંભ થયો છે.

ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડીયન ફાઉન્ડ્રીમેનના વેસ્ટર્ન રિજિયન અને ધ ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસ દ્વારા આયોજિત IEFX અને કાસ્ટ ઈન્ડીયા એક્સપો એ 3 દિવસનુ સુસંકલિત કોન્ફરન્સ અને પ્રદર્શન છે જે ફાઉન્ડ્રી ઉદ્યોગને નેટવર્કીંગની ઉત્તમ તક પૂરી પાડશે. IEFX પ્રદર્શનમાં 230 થી વધુ એકઝિબિટર્સ સામેલ થયા છે, જેનાથી બિઝનેસની નવી તકો અને કોલાબરેશન્સ માટેનો માર્ગ મોકળો થશે. ઉદ્ઘાટન પ્રસંગે માનનિય પ્રધાન શ્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુ હતું કે “ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેકઈન ઈન્ડીયા અને બિઝનેસ કરવામાં આસાની (Ease of doing Business) ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આત્મનિર્ભર ભારત નો મંત્ર આપ્યો છે. મને એ વાતના આનંદ થાય છે કે પ્રદર્શન, વિદેશી
સામેલગીરી વગરનુ 100% આત્મનિર્ભર છે. ઉદ્યોગો વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ગુજરાત સરકાર યોગ્ય નીતિ અને ઉદ્દીપક વાતાવરણ મારફતે વૃધ્ધિને વેગ આપવા માટે કટિબધ્ધ છે. ”

ધ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડીયન ફાઉન્ડ્રીમેનના પ્રેસીડેન્ટ શ્રી દેવેન્દ્ર જૈને તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે “ ભારતનો ફાઉન્ડ્રી ઉદ્યોગ આગામી વર્ષોમાં વાર્ષિક 10.5 મિલિયન ટનના ઉત્પાદન અને 16 બિલિયન ડોલરના ટર્નઓવર સાથે સાથે વૃધ્ધિને વેગ આપવા માટે સજજ છે. ભારતનો ફાઉન્ડ્રી ઉદ્યોગ વિદેશના ઓટોમોબાઈલ, ટ્રેકટર્સ પાવર ટ્રેઈન્સ, રેલવેઝ, ઉર્જા તથા એન્જીન્યરિંગ ક્ષેત્રને સર્વિસિસ પૂરી પાડે છે.” શ્રી જૈનૈ વધુમાં જણાવ્યું હતું કે “ ભારતની ફાઉન્ડ્રી ઉદ્યોગને મહામારીની વિપરિત અસર થઈ હતી, પણ ખરાબ સમય વિતી ગયો છે. ઉદ્યોગ આગામી સમયમાં મહત્વપૂર્ણ વિકાસ હાંસલ કરવા સજજ છે.

અને અમને આગામી 5 વર્ષમાં કદ બમણુ થવાની અમને અપેક્ષા છે. અમને વિશ્વાસ છે કે ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસ અને IEFX 2022 ફાઉન્ડ્રી ઉદ્યોગના વિકાસમાં ઉદ્દીપકની ભૂમિકા બજાવશે” બ્રેકસ ઈન્ડીયાના મેનેજીંગ ડિરેકટર શ્રીરામ વીજી તેમના મુખ્ય પ્રવચનમાં જણાવ્યુ હતું કે “ ફાઉન્ડ્રી ઉદ્યોગ એ મેન્યુફેકચરિંગ ઉદ્યોગની માતા છે. વિકાસના પંથે આગળ વધતા મેટલ કાસ્ટીગ ઉદ્યોગે તેના કામમાં ઘટાડો કરવો પડયો છે. હું આવુ એટલા માટે કહું છું કારણ કે ફાઉન્ડીના કાચા માલ અને કન્ઝયુમેબલ્સના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. અમને જરૂરી તમામ ચિજોના ભાવમાં ભારે વધારો થયો છે, જેમાં પીગ આયર્ન, કોક, કાસ્ટ આયર્ન, સ્ટીલ સ્ક્રેપ, કોપર, બ્રાસ. એલ્યુમિનિયમ, પીવીસી વગેરેના ભાવ ઘણા વધ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધને કારણે પણ ભાવમાં ઘણો વધારો કર્યો છે.

ઉદ્યોગે ટકી રહેવા માટે તાત્કાલિક ધોરણે લાંબા ગાળાના ઓર્ડર્સમાં રિવાઈઝ કરવા પડશે અને સાપ્તાહિક અથવા માસિક ધોરણે ભાવમાં સુધારો કરતા રહેવુ પડશે.”આ પ્રસંગે ઉદ્યોગના મહાનુભવોએ ફાઉન્ડ્રી ટેકનિકા અને ફાઉન્ડ્રી ડિરેકટરીનુ વિમોચન કર્યુ હતું. આ પ્રસંગે 2 વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ડો. પી.એન ભગવતીનુ આયર્નમેન ઓફ ઈન્ડીયન ફાઉન્ડ્રી ઈન્ડસ્ટ્રી તરીકે બહુમાન કરવામાં આવ્યુ હતું. જ્યારે 70મી ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસની ઓર્ગેનાઈઝીંગ કમિટિના ચેરમેન, અને આઈઆઈએફના પૂર્વ પ્રેસિડેન્ટ શ્રી સુબોધ પંચાલનુ લાઈફટાઈમ
એચિવમેન્ટ એવોર્ડ થી બહૂમાન કરવામાં આવ્યુ હતું.

70મી ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસ અંગે વાત કરતાં શ્રી પંચાલે જણાવ્યુ હતું કે “ મહામારીના લાંબા ગાળા પછી યોજાયેલો આટલા મોટા પાયે યોજાયેલો આ પ્રથમ મહત્વનો સમારભ છે. આ સમારંભમાં ઉદ્યોગના અગ્રણીઓ, પોલિસી મેકર્સ, બિઝનેસ લીડર્સ, ઈનોવેટર્સ, અને ઉદ્યોગસાહસિકો આ અનોખા પ્લેટફોર્મ ઉપર વિચારોના તથા અનુભવના આદાન-પ્રદાન માટે એકત્રિત થયા છે. વિવિધ ઉદ્યોગોના દેશ-વિદેશના અગ્રણી કાસ્ટીંગ બાયર્સ પણ સમારંભમાં સામેલ થયા છે. અમને વિશ્વાસ છે કે આ સમારંભ ઉદ્યોગને આગળ ધપાવવામાં અને દ્રઢતાપૂર્વક વૃધ્ધિના માર્ગે લઈ જવામાં મહત્વની ભૂમિકા બજાવશે.

આઈઆઈએફના માનદમંત્રી શ્રી સુશિલ શર્માએ આભાર વિધી કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, જો આપણે આગળ પહોંચવું હોય અને નિકાસ બજારોમાં પ્રવેશ કરવો હોય, તો આપણે વહેલું શરૂ કરવું જોઈએ અને નિકાસ કરવાની ક્ષમતા દર્શાવવી જોઈએ. જ્યારે પ્રથમ કોન્ટ્રાક્ટ મેળવવો સૌથી મુશ્કેલ છે જો યોગ્ય રીતે કરવામાં આવે તો, નિકાસ મોટી તકો ખોલે છે અને આવતા ઘણા વર્ષો સુધી લાભ મેળવી શકાય છે. વૈશ્વિક બજારના કદ અને ભારતને મળતા સાપેક્ષ ખર્ચ લાભ સાથે, અમારી સ્થાનિક ફાઉન્ડ્રી વૈશ્વિક કાસ્ટિંગ જરૂરિયાતોના સતત વધતા ભાગને પૂર્ણ કરશે. આ જ સાચી તક છે જે આપણી સામે છે. ત્રણ દિવસના 70મી ઈન્ડીયન ફાઉન્ડ્રી કોંગ્રેસના આ સમારંભ દરમ્યાન પેનલ ચર્ચાઓ, પ્રેઝન્ટેશન્સ અને વર્કશોપ્સ જેવી જાણકારીના – આદાન-પ્રદાનની અનેક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.