Western Times News

Gujarati News

ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત પાઠ્ય પુસ્તકો તથા નોટબુકોનું વિતરણ

(પ્રતિનિધિ) નડીઆદ, નડીઆદ શહેરમાં આવેલ “નડીઆદ મુસલમાન પંચ” સંસ્થા તરફથી નડીઆદ શહેરમાં રહેતા અને વિવિધ શાળાઓમાં ધો.પ થી ૧રમાં અભ્યાસ કરતાં સમગ્ર મુÂસ્લમ સમાજના જરૂરીયાતમંદ બાળકોને મફત પાઠયપુસ્તકો, નોટબુકો તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો આશરે ૬૪પ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના યુસુફભાઈ પટવા, સાદીકભાઈ વડતાલા, મહંમદભાઈ સીદીક, ઈમરાનભાઈ બાવદીન, હબીબભાઈ શેરવા, હબીબભાઈ અલાદ તેમજ સહાયકો જનાબ હાફીજ શહેમદભાઈ લેરખી, હાફીજ મહંમદભાઈ લેરખી તથા અલતાફભાઈ વડતાલવાળાએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થાએ સૌ પ્રથમ વખત કાર્યક્રમ કરેલ જે સફળતાપૂર્વક સંપન્ન થતાં વિદ્યાર્થીઓ તથા વાલીઓનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.