Western Times News

Gujarati News

અરશદ વારસીએ તેનો ૫૪મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

મુંબઇ, Arshad Varsi એવા સ્ટાર્સમાંથી એક છે જે દરેક પાત્રથી દર્શકોનું દિલ જીતી લે છે. તે પોતાના પાત્રમાં એટલો ડૂબી જાય છે કે તે દિલ અને દિમાગમાં એક છાપ છોડી જાય છે. અરશદ વારસીએ પણ સંઘર્ષથી ભરેલા દિવસો વિતાવ્યા છે. ખૂબ નાની ઉંમરે અરશદ વારસીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી પરંતુ તેણે જીવનમાં હાર ન માની. અરશદ વારસીએ સખત મહેનત કરી અને પોતાની ઓળખ બનાવી.

આજે અરશદ વારસી તેનો ૫૪મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. અરશદ વારસી માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પૈસા માટે ૧૭ વર્ષની ઉંમરે સેલ્સમેન બન્યો અને ઘરે-ઘરે કોસ્મેટિક પ્રોડક્ટ્‌સ વેચવાનું શરૂ કર્યું. અરશદ વારસીને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો.

તેને તે સમયના લોકપ્રિય અકબર સામી ડાન્સ ગ્રૂપમાં જાેડાવાની ઓફર મળી અને ધીમે ધીમે અહીંથી તેણે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અરશદ વારસીએ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી ફિલ્મમાં તેઓ મહેશ ભટ્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા.

અરશદ વારસીને એબીસીએલ દ્વારા પ્રથમ ફિલ્મ ‘તેરે મેરે સપને’ ઓફર કરવામાં આવી હતી જે અમિતાભ બચ્ચનની પ્રોડક્શન કંપની હતી. આ ફિલ્મ માટે અરશદ વારસીની પસંદગી જયા બચ્ચને કરી હતી. અરશદ વારસીની પહેલી ફિલ્મ ‘તેરે મેરે સપને’ સુપરહિટ સાબિત થઈ અને અરશદ વારસીએ આ રીતે બોલિવૂડમાં એન્ટ્રી કરી.

જાે કે આ પછી ‘હીરો હિન્દુસ્તાની’, ‘હોગી પ્યાર કી જીત’ અને ‘જાની દુશ્મન’ જેવી ફિલ્મો ફ્લોપ ગઈ. અરશદ વારસીએ ‘મુન્નાભાઈ સ્મ્મ્જી’માં સર્કિટનું પાત્ર ભજવીને બોલિવૂડમાં પોતાની વાસ્તવિક ઓળખ મેળવી હતી. આ ફિલ્મ તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

મુન્ના અને સર્કિટની જાેડીને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને અરશદની કારકિર્દીએ પણ શરૂઆત કરી હતી. મુન્નાભાઈ એમબીબીએસ’ પછી અરશદ વારસીને પણ લગે રહો મુન્નાભાઈની ઓફર કરવામાં આવી હતી. અરશદ વારસીને ‘મુન્નાભાઈ સ્મ્મ્જી માટે કોઈ એવોર્ડ મળ્યો ન હતો પરંતુ આ ફિલ્મ માટે તેને કોમિક રોલમાં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.