Western Times News

Gujarati News

RRRએ તોડ્યો ‘The Kashmir Files’નો રેકોર્ડ

The Kashmir Files જલદી જ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ : ધ કાશ્મીર ફાઈલ્સ તારીખ ૧૧ માર્ચે રિલીઝ થઈ હતી ઓપનિંગ ડે પર ફિલ્મે ૩.૫ કરોડનો બિઝનેસ કર્યો હતો

મુંબઇ, બોક્સ ઓફિસ પર એક તરફ KGF: Chapter 2ધમાલ મચાવી રહી છે. તો બીજી તરફ, રામ ચરણ અને જુનિયર એનટીઆરની RRR રિલીઝ થયાના ૨૪ દિવસ બાદ પણ અડીખમ છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને ૨૪ દિવસમાં જ રુપિયા ૨૫૧.૨૨ કરોડની કમાણી કરી છે.

આ સાથે ફિલ્મ RRRએ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. મહામારી બાદ રીલીઝ થયેલી ફિલ્મોમાં ધ કાશ્મીર ફાઈલ્સ ૨૫૧ કરોડ રુપિયાની કમાણી સાથે અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

પરંતુ એસ એસ રાજામૌલીની RRR હવે હિન્દી વર્ઝનમાં કમાણી કરવાના મામલે આનાથી પણ આગળ નીકળી ચૂકી છે. RRRએ રિલીઝના ૨૪મા દિવસે એટલે કે રવિવારે હિન્દી વર્ઝનથી ૩.૭૫ કરોડ રુપિયાની કમાણી કરી છે. RRR ગયા મહિને ૨૫ માર્ચના રોજ રિલીઝ થઈ હતી.

આ ફિલ્મ વર્લ્‌ડ વાઈડ ૧૧૦૦ કરોડ રુપિયાના આંકડાની નજીક છે. તો માત્ર દેશભરમાં આ ફિલ્મે ૨૪ દિવસમાં ૭૫૧.૬૫ કરોડ રુપિયાની કમાણી કરી છે. રાજામૌલીની આ પિરિયડ ડ્રામા ફિલ્મે પોતાના ચોથા વીકેન્ડમાં હિન્દી વર્ઝનથી ૯.૭૫ કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.

આ ફિલ્મે શનિવાર અને શુક્રવારે ૩-૩ કરોડ રુપિયાનુ નેટ કલેક્શન કર્યં હતું. બોક્સ ઓફિસ પર RRR ની સાથે વિજયની બીસ્ટ અને કેજીએફઃ ચેપ્ટર ૨ની ટક્કર થઈ છે. જેમાં બીસ્ટ રિલીઝની સાથે ખોવાઈ ગઈ, તો કેજીએફ-૨એ ચાર દિવસમાં વર્લ્‌ડવાઈડ ૫૫૧ કરોડ રુપિયાથી વધુની કમાણી કરી છે.

જે ઝડપથી આ ફિલ્મ કમાણી કરી રહી છે એ જાેતાં લાગે છે કે, તે RRRના ૧૦૦૦ કરોડની કમાણીના આંકડાને પછાડી શેક છે. મહત્વનું છે કે, કેજીએફ-૨ દેશભરના ૪૦૦૦થી પણ વધુ સિનેમાઘરોમાં રજૂ થઈ છે. જેના કારણે ઇઇઇની સ્ક્રીન્સની સંખ્યા પણ ઘટી ગઈ છે.

તેમ છતાં પણ ફિલ્મ કરોડોની કમાણી કરી રહી છે. માત્ર વર્લ્‌ડવાઈડ કમાણી જ નહીં, RRR ના હિન્દી વર્ઝનની રેકોર્ડ કમાણીને પણ કેજીએફ-૨નો ખતરો છે.

પ્રશાંત નીલના ડિરેક્સનમાં તૈયાર થયેલી કેજીએફ-૨એ ચાર દિવસમાં હિન્દી વર્ઝનથી ૧૮૯ કરોડ રુપિયાથી પણ વધુી કમાણી કરી લીદી છે. જે ઝડપથી ફિલ્મ કમાણી કરી રહી છે એ જાેતા લાગે છે કે, તે ટૂંક સમયમાં ૨૫૧ કરોડ રુપિયાના આંકડાને પાર કરી લેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.