Western Times News

Gujarati News

ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ડોનેશન અને ફી વધારા પર પ્રતિબંધ મૂકો

ગાંધીનગર, વડાપ્રધાન મોદી ફરી એકવાર ૧૮ એપ્રિલથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે AAPએ ગુજરાતમાં શિક્ષણને જ ચૂંટણી મુદ્દા તરીકે ઉપયોગ કરવાનું નક્કી કર્યું હોય તેમ રાજ્યની ખાનગી શાળામાં ફી વધારા અને ડોનેશન ઉપર પ્રતિબંધ મૂકવા માટે માગણી કરતાં આપના પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગણી કરી છે.

તેમણે પત્રમાં ચિમકી પણ ઉચ્ચારી છે કે જાે સરકાર તેમની માગણીઓ નહીં સ્વિકારે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવશે.

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે રાજ્યમાં શિક્ષણના બેફામ વેપારને કારણે ખાનગી શાળઓઓની મનમાની સામે ગુજરાતના વાલીઓ લૂંટાઈ રહ્યા છે. AAPની સરકાર છે તેવા પંજાબ અને દિલ્હીમાં ખાનગી શાળાઓ પુસ્તકો, યુનિફોર્મ કે બુટ મોજાની ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક મળવો જાેઈએ એટલું જ નહીં ખાનગી શાળામાં ફી વધારા અને ડોનેશન ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેનો અમલ ગુજરાતમાં થવો જાેઈએ. એટલું જ નહીં ડોનેશન માગે તેમની સામે કાર્યવાહી થવી જાેઈએ.

ખાનગી શાળાના શિક્ષકો અને સ્ટાફનું શોષણ બંધ થવા સાથે FRC કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ પણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળામાં શિક્ષકની ભરતી બંધ થવાથી યુવાનોને નોકરી મળી રહી નથી. મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિ માટે ઘર ચલાવવું પણ અઘરું બની ગયું છે ત્યારે રુપિયાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે વાલીઓને સરકાર રાહત આપે તે જરુરી છે. મહત્વનું છે કે આપ દ્વારા આ વખતે ચૂંટણીમાં શિક્ષણ, સરકારી સ્કૂલો અને ખાનગી શાળાઓમાં ફી વધારાને જ નિશાન બનાવીને ભાજપ અને રાજ્ય સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

હાલમાં  દિલ્હીના શિક્ષણ મંત્રી અને AAPમાં કેજરીવાલના નંબર ટુ મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારના ગામડાઓની સરકારી શાળામાં ફરીને તેની બિસ્માર હાલતનો વીડિયો જાહેર કર્યો હતો.

એટલું જ નહીં તાજેતરની PM મોદીની મુલાકાતને લઈને પણ સિસોદિયાએ ટિ્‌વટ કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્યનું સર્વેલન્સ સેન્ટર એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભલે તમે ઉદ્‌ઘાટન કરો પરંતુ તેમાંથી એવી શાળાઓની તસવીરો નહીં જાેવા મળે જેમાં કરોળિયાના જાળા છે અને બેસવા માટે બેન્ચ પણ નથી. શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીના વિસ્તારમાં સરકારી શાળામાં ટોઇલેટ તૂટેલી હાલતમાં હોય તેવું મે મારી મુલાકાત દરમિયાન નજરે જાેયું છે, તેવો દાવો સિસોદિયાએ કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.