Western Times News

Gujarati News

SPECના MBA વિભાગ દ્વારા એક્સપર્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત SPEC (સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ)ના  MBA  વિભાગ દ્વારા એસ.એસ.આઇ.પી સેલના  નેજા હેઠળ એક્સપર્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપર્ટ સેશન ” Market Research for new Entrepreneur ” પર યોજાયો હતો.આ સેશનમાં મુખ્ય વિષયક તરીકે સ્પેક એમ.બી.એ.  વિભાગના ડાયરેકર ડો.વિશાલ પાટીદાર હાજર રહ્યા હતા.

આ સેમિનારમાં એમ.બી.એના  ચોથા સેમેસ્ટરના વિધાર્થીઓએ  ભાગ લીધો હતો. હવેના યુગમાં માર્કેટ રિસર્ચનું જ્ઞાન હોવું એ મહત્વની ભૂમિકા નિભાવે છે,એ માટે આ સેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનાર નું આયોજન સ્પેક એમબીએ ના એસએસઆઈપી સેલ ના કોર્ડિનેટર મિ.ભાવિક પંચાલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ સુંદર સેમિનાર નું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ  જૈમિન  પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તથા સ્પેક એમબીએ ના ડાયરેક્ટર ડો.વિશાલ પાટીદાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.