Western Times News

Gujarati News

દિલ્હીમાં કાળ બનવા લાગ્યો કોરોના! સતત બીજા દિવસે ૫૦૦ કેસ

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં વધતા કેસને કારણે ખતરો વધતો દેખાઇ રહ્યો છે. રાજધાનીમાં કોરોના વાયરસનાં કેસમાં અત્યાર સુધીમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. અને સંક્રમણ દર ખતરાંની ઘટડી વગાડી રહ્યો છે.

દિલ્હીમાંન ફક્ત સતત બીજા દિવસે કોરોનાનાં કેસ ૫૦૦થી વધુ આવ્યાં છે પણ કોરોનાનો પોઝિટિવીટી રેશિયો ૮ ટકા વધી ગયો છે.આ રીતે જાેવામાં આવે તો ગત બે દિવસોમાં દિલ્હીમાં કોરોના વયારસનાં ૧૦૦૦થી વધુ કેસ સામે આવી ગયા છે.

દિલ્હી સરકારનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર ડેટા મુજબ, દિલ્હીમાં કોરોના સંક્રમણ દર સોમવારનાં વધી ૭.૭૨ ટકા થઇ ગયો છે. જ્યારે શહેરમાં કોરોના સંક્રમણનાં ૫૦૧ નવાં કેસ સામે આવ્યાં છે. આ સંખ્યા એક દિવસ પહેલાની સરખામણીએ ૧૬ ઓછા છે. અહીં જાણવાં જેવી વાત એ છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે સંક્રમણ દર ૪.૨૧ ટકા દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ કેસ ૫૧૭ નોંધાયા હતા.

દિલ્હીમાં કોરોનાનાં ૫૦૧ નવાં કેસ સામે આવ્યાં છે અહીં સંક્રમિતોની કૂલ સંખ્યા વધી ૧૮,૬૯,૦૫૧ થઇ ગઇ છે. તો મૃતકોની સંખઅયા ૨૬,૧૬૦ જ છે. કારણ કે આ દરમિયાન કોઇ દર્દીનું મોત થયું નથી. દિલ્હીમાં રવિવારે કોરોનાનાં ૫૧૭ નવાં કેસ સામે આવ્યાં હતાં. સોમવારે જારી બુલેટિન અનુસાર, એક દિવસ પહેલાં કુલ ૬,૪૯૨ કોવિડ-૧૯ કેસ આવ્યાં. અને કૂલ ૧૧૮૮ લોકો ઘરે જ ક્વોરન્ટિન છે.

રાજધાનીમાં કોરોના વાયરસની આ રફ્તાર ડરાવી રહી છે. કોરોનાની ગતિ જાેઇને લાગે છે કે, ચોથી લહરનાં ભણકારાં છે. કોરોના વાયરસથી મોટાભાગે બાળકો પ્રભાવિત થઇ રહ્યાં છે.

આ કારણે ફરીથી સ્કૂલો બંધ થવાની ઘટનાઓ બની રહી છે જાેકે, દિલ્હી સરકારનું કહેવું છે કે, હાલમાં ડરવાની જરૂર નથી. આ વર્ષે ૧૩ જાન્યુઆીનાં મહામારીની ત્રીજ લહેર દરમિયાન દિલ્હીમાં કોરોનાનાં કેસની સંખ્યા ૨૮,૮૬૭નાં રેકોર્ડે પહોંચી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.