Western Times News

Gujarati News

યુકેના સાંસદ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મુલાકાતથી વિવાદ

ચંડીગઢ, બ્રિટનના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન વચ્ચે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન બેઠક થઈ હતી. આ બેઠક ૧ કલાક ચાલી હતી. આ મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર પૂર્વ આર્મી ચીફ જનરલ જેજે સિંહે સવાલ ઉઠાવ્યા હતા.

પૂર્વ આર્મી ચીફ જનરલ જેજે સિંહે બેઠકને લઇને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર પર તેમના ભારત વિરોધી વલણ માટે તનમનજીત સિંહ ઠેસી જાણીતા છે, ત્યારે આવા વિવાદાસ્પદ સાંસદનું ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સ્વાગત કરે છે.

આ આક્ષેપો બાદ આમ આદમી પાર્ટીએ તનમનજીત સિંહ ઢેસીની સાથે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કેન્દ્રીય મંત્રીઓના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતા નીલ ગર્ગે સવાલ કર્યો હતો કે, જાે તનમનજીત સિંહ ઢેસી ભારત વિરોધી છે તો કેન્દ્રની મોદી સરકારના રાજમાં તેમને દેશમાં આવવાની મંજૂરી કેમ આપવામાં આપી? ભાજપ બિનજરૂરી રીતે પંજાબની આમ આદમી પાર્ટી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ તનમનજીત સિંઘ ઢેસી કહ્યું હતું કે, તેમના તમામ નિવેદનો સાર્વજનિક છે.

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ જેજે સિંહે માંગ કરી હતી કે, આમ આદમી પાર્ટી અને ભગવંત માનને તનમનજીત સિંહ ઢેસી સાથેની મુલાકાતની વિગતો જાહેર કરવી જાેઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આવી વ્યક્તિ સાથે મુલાકાતના એજન્ડા અંગે દેશને ખબર હોવી જાેઈએ.

તનમનજીત સિંહ ઢેસીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ચંદીગઢમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે ટિ્‌વટ કર્યું કે, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનનો હું આભારી છું કે, તેમણે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અમે પંજાબની પ્રગતિ જાેવા માટે દ્ગઇૈં ની આશાઓ, ચિંતાઓ અને પંજાબની પ્રગતિને જાેવાની ઇચ્છા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.

ખેડૂતોના આંદોલન દરમિયાન તમનજીત સિંહ ઢેસીએ મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતુ કે, બ્રિટિશ હથિયારોનો ઉપયોગ ખેડૂતોના આંદોલનને દબાવવા માટે કરવામાં આવ્યો છે. આ પહેલાં પણ તનમનજીત સિંહે ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા.

ખેડૂત સંગઠનો દ્વારા ફગવાડાના મૌલી ગામમાં ૮મી એપ્રિલના રોજ યોજાયેલા કાર્યક્રમ ‘કિસાન આંદોલન’ દરમિયાન યુકેની સંસદમાં ચર્ચા અને પ્રશ્નો દરમિયાન ખેડૂતોના મુદ્દા ઉઠાવવા બદલ બ્રિટિશ શીખ સાંસદ તનમનજીત સિંહ ઢેસીને સન્માનિત કરવામાં આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.