Western Times News

Gujarati News

ચીનના રસ્તાઓ પર બંધ બેગમાં જીવતા કૂતરા -બિલાડી મળ્યા

નવી દિલ્હી, ચીનના રસ્તાઓ પર બંધ બેગમાં જીવતા કૂતરા અને બિલાડીઓ જાેવા મળી રહ્યા છે. આ નજારો ઘણી જગ્યાએ જાેઈ શકાય છે. એક કોથળીમાં એક કરતાં વધુ કૂતરા કે બિલાડી પણ જાેઈ શકાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ તે પાલતુ પ્રાણી છે જેના માલિકોને કોરોના થયો છે અને હવે વહીવટીતંત્ર આ પ્રાણીઓને મારી રહ્યું છે.

જાે કે સરકાર દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. ચીને કોરોનાને લઈને કડકાઈથી ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને લોકોને કડક લોકડાઉનનું પાલન કરવા માટે મજબૂર કરી રહ્યું છે. ચીનના રસ્તાઓ પર શૂટ કરાયેલા આ વીડિયોમાં જાેવા મળે છે કે કચરાની કોથળીઓ જીવંત બિલાડીઓ અને કૂતરાથી ભરેલી છે.

આ વીડિયો સૌથી પહેલા ટિ્‌વટર પર કોમેન્ટ સાથે અપલોડ કરવામાં આવ્યો હતો. આ કોમેન્ટમાં લખ્યું હતું કે, ‘૨૬ મિલિયન લોકો શાંઘાઈમાં લોકડાઉનમાં છે’. આ પછી, ટિ્‌વટર પર કહેવામાં આવ્યું હતું કે લોકો તેમની બાલ્કનીમાંથી આત્મહત્યા કરી રહ્યા છે અને કોરોના પોઝિટિવ લોકોના પાલતુ પ્રાણીઓને મારવા માટે જમા કરવામાં આવી રહ્યા છે.

ગયા અઠવાડિયેના અન્ય એક વીડિયોમાં એક હેલ્થ વર્કર પાલતુ કૂતરાને મારતો જાેવા મળે છે. ટેસ્ટમાં આ કૂતરાનો માલિક કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાના ઓમિક્રોન સ્વરૂપને કારણે શાંઘાઈમાં લગભગ ૨૬ દિવસથી સંક્રમણની લહેર છે.

શાંઘાઈમાં લોકડાઉનને કારણે લોકો ખોરાક, પાણી અને દવાઓ માટે તરસી રહ્યા છે. માર્ચથી ચીનમાં ઓમિક્રોનના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે ૪૫ શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેનો ભંગ કરનારને દંડ અને જેલની સજાની જાેગવાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.