Western Times News

Gujarati News

આયુર્વેદે આ રોગને કફપ્રધાન વ્યાધિ માન્યો છે

9825009241

પેશાબમાં બળતરા:
સોજાને આુયુર્વેદમાં ઉત્સેધ કહે છે. કિડનીમાં આવતા સોજાને નેફ્રાઈટીશ કહે છે અને જ્યારે કિડનીમાં પાકનો ઉદભવ થાય છે તેને પાયલો નેફ્રાઈટીશનાં નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદે આ રોગને કફપ્રધાન વ્યાધિ માન્યો છે. કોઈપણ પાક શરૂ થવાનો હોય ત્યારે પહેલાં સોજા આવે છે. વાયુને કારણે પીડા થાય છે અને તેમાં જ્યારે પાક થાય છે ત્યારે તે કફનો દોષ મુખ્યત્વે માનવામાં આવ્યો છે.

આ રોગનો થતો જ ડામવો જાઈએ અને તે પરત્વેની બિનકાળજીથી ધીમે ધીમે રોગ આગળ વધે છે. આયુર્વેદમાં આ રોગને કષ્ટ સાધ્ય માનવામાં આવ્યો છે. કષ્ટ સાધ્ય એટલે મુશ્કેલીથી મટનારો રોગ કિડનીમાં પાકને થતી રસીના રોગને પાશ્ચાચિકિત્સામાં જંતુથી થતો રાગે માનવામાં આવ્યો છે. દવાઓથી બેકટેરીયાનો નાશ થતાં પેશાબમાં આવતી રસી બંધ થાય છે અને રોગ મટી ગયો હોય તેમ લાગે છે. પણ અવારનવાર ઉથલા આવ્યા જ કરે છે.

આ રોગને જીવાણુઓથી થતો રોગ માનવામાં આવે છે. પાશ્ચાત્ય વૈદક જીવાણુવાદ ઉપર વધુ ભાર મૂકે છે. અને તેથી જ આ રોગમાં દાંત, ગળું, ટોન સીલ્સ (કાકડા) સોજી ગયા હોય, પાક થતો હોય તેવી વિક્રિયા એટલે જીવાણું લોહીમાં ભળે છે અને કીડનીમાં પહોંચીને રોગનો ઉદ્‌ભવ કરે છે.

મુત્રાશયમાં પાક થયો હોય ત્યારે અને પેશાબની અટકાયત થતી હોય ત્યારે મૂત્રાશયમાંથી યુરેટરમાં અને ત્યાંથી કિડનીમાં પહોંચે છે. ઇકોલાઈ જંતુઓ બ્લેડરમાંથી ઉપર ચઢી જાય છે.

યુરેટરની આસપાસનાં જાળાઓ તેમજ અષ્ઠિલા એટલે કે પ્રોસ્ટેટ વધવાના કારણે પણ પાક રસીનો ઉદભવ થાય છે. પેશાબના માર્ગમાં અટકાયત હોય, પ્રોસ્ટેટ મોટી હોય, પેશાબનો માર્ગ સ્ટ્રીક્ચરને લીધે સાંકડો થયો હોય અને મૂત્રાશયનાં મુખ આગળ હોય ત્યારે પાકનો ઉદ્‌ભવ થાય છે.

કરોડરજ્જુની ઇજાથી પેશાબ કંટ્રોલ રહેતો નથી. પેશાબની અટકાયત થાય ત્યારે લાંબા સમય સુધી કેચેટર રાખવામાં આવે તેના કારણે પાક રસીપાક થવાની શક્યતા રહે છે.

લક્ષણો આ રોગમાં જ્યારે અચાનક હુમલો આવે છે ત્યારે પેટમાં સખત દુખાવો થાય છે. કિડની, સોજા અને પાકને લીધે મોટી થાય છે. સામાન્ય રીતે, મહિલાઓમાં આ જીવાણુઓ ગુદામાર્ગ દ્વારા પણ પેશાબનાં માર્ગમાં જઇ શકે છે અને જીવાણુઓ, પેશાબ તપાસતા માલૂમ પડે છે.

કિડનીમાં જ્યારે પાક થાય ત્યારે એટલે કે પાઈલોનેફ્રાટીશનાં રોગમાં માથાનો દુખઆવો, અતિશય થાક લાગવો, ઉબકા આવવા, ઊલટી થવી, ઠંડી લાગીને તાવ આવવો, છાતીનાં પડખામાં સખત દુખાવો થવો, સાથળનાં મૂળમાં અને પેઢામાં પણ આ રોગીને કળતર થયાં કરે છે. પેશાબની હાજત વારંવાર થાય છે. પેશાબમાં સખત બળતરા થાય છે. અને પેશાબ તપાસતાં પસસેલ્સ ખૂબ જ પ્રમાણમાં હોય છે.

આ રોગીનો પેશાબ એસીડીક હોવાથી પેશાબ કરતી વખતે સખત બળતરા થાય છે. પીડા થાય છે, પેટનાં નીચેના ભાગમાં દુખાવો થાય છે. પેશાબમાં પરૂના કણો ખૂબ જ હોય છે. કિડનીમાં પાક હોય છે, ત્યારે તાવ ૧૦૪થી ૧૦૫ ડિગ્રી જેટલો થઇ જાય છે. ઊલટી થાય છે. પરસેવો વળે છે. આ દર્દમાં કેટલાકને પેશાબમાં કશીજ તકલીફ હોતી નથી.

આ રોગમાં હકીકત એ છે કે પેશાબમાં પસસેલ્સ લાંબા સમય સુધી ચાલુ રહે છે અને તેના કારણમાં પથરી, ગાંઠ અગર બીજી કોઈ ખામીને કારણે તપાસ કરવામાં આવતી નથી. ત્યારે લાંબા ગાળે બંને કિડનીઓ ઉપર તેની અસર થાય છે. પાક થાય છે અને કિડની ધીમે ધીમે સંકોચાતી જાય છે અને તેના પરીણામે શરીરમાંથી બહાર ફેંકાતા ઝેરી તત્વો લોહીમાં ભેગા થાય છે અને બ્લડપ્રેશર વધતું જાય છે. લોહી પાતળું પડતું જાય છે. ચહેરા અને પગ પર સોજા રહે છે. તેની વિશિષ્ટ અવસ્થામાં હેડકી આવે છે. ભૂખ લાગતી નથી, ઊલટી શરૂ થાય છે. પેટમાં આફરો ચઢે છે. બેભાન અવસ્થામાં દર્દી બબડે છે. દર્દી યુરેમિયાની સ્થિતિએ પહોંચી જાય છે.

ઉપચારો આયુર્વેદનાં જ્ઞાતાઓએ આ રોગનાં દોષોને નિવારવા માટે પ્રથમ તો લંઘન ઉપર ખૂબ જ ભાર મુક્યો છે. ઉકાળેલા પાણી સિવાય કશું જ લેવામાં ન આવે અને લંઘનની મર્યાદા સાચવીને સમજપૂર્વક, ચિકિત્સકની દેખરેખ હેઠળ કરવામાં આવે તો લંઘનથી સોજા ઉતરી જાય છે. આ રોગનાં રોગીને બકરીનાં દૂધ ઉપર રાખવાના પ્રયોગથી ધારી સફળતા મળે છે. બકરીનું દૂધ દર બબ્બે કલાકે સો ગ્રામ જેટલું લેવું. પ્રયોગની સાથે ચિકિત્સકની દેખરેખ હેઠળ બાષ્પવેદ આપવો. તેનાથી પરસેવા માટે ખૂબ જ પાણી છૂટે છે. પાણી છૂટવાથી રોગી રાહત અનુભવે છે.

આ રોગથી પીડાતાં એક રોગી મદ્રાસથી ચિકિત્સા અર્થે આવ્યા હતાં. તેને પ્રાથમિક સારવારમાં માત્ર નારિયેળનું પાણી અને નારાયણ તેલની બસ્તિનો પ્રયોગ કરવાથી વાયુનું અનુમોલન થઇ પેશાબનું પ્રમાણ ૩૦૦ સી.સી. જેટલું વધવા છતાંય કોઈપણ જાતની તકલીફ જણાતી ન હતી. આ પ્રયોગમાં પાણી સદંતર રાખવામાં આવે છે. ત્રિવિક્રમરસ ૧૨૦ મિ.ગ્રા., પુનર્નવાદિ મંડૂર ૧ ગ્રામ ૨-૨ પડીકા સવાર સાંજ મધ સાથે અને લાંબડીનાં બીજનું ચૂર્ણ સાકર મેળવી આપવામાં આવતું હતું આ રોગીને અતિશય વાત પ્રકોપ થવાના કારણે માવાની પોટલીનો સ્વેદ અને ટબબાથ નિયમિત આપવાથી ફાયદો થાય છે.

આ રોગનીએ ચિકિત્સામાં અવિપત્તિકર ચૂર્ણ ૩ ગ્રામ, સાડાબાયકાર્બ કે ૩ ગ્રામ, ૨થી ૩ વાર પડીકી આપવાથી પેશાબ ક્ષારીય થતાં ખૂબ ઝડપી લાભ થાય છે. સુરોખાર ૧૦૦ ગ્રામ લઇને બારીક ચૂર્ણ કરી, કેસૂડાનાં રસની અથવા ક્વાથની ભાવના આપવી. આ રીતે ૨૧ ભાવનાઓ આપી બનાવેલો સૂર્યક્ષાર, મૂત્રલ ઔષધિ તરીકે આકસ્મિક સ્થિતિમાં તરત જ લાભ બતાવે છે. આ ઔષધિ અમારે ત્યાં સૂર્યક્ષારના નામથી ખૂબ જ છૂટથી વાપરવામાં આવે છે.

આ ઉપરાંત, આયુર્વેદની પ્રસિદ્ધ વનસ્પતિઓ ગળો, ગોખરું, ધમાસો, વાયવારણો, સાટોડી તથા હરિત્તક્યાદિ ક્વાથ, પુનર્નવાદિ ક્વાથ, પુનર્ન્વાષ્ટક ક્વાથ, પુનર્નવાદિ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ આ રોગમાં પ્રચલિત ઔષધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.