મુકેશ અંબાણી ફરી ટોપ- ૧૦ અરબપતિમાં સામેલ
        નવી દિલ્હી,દુનિયાના ટોચના અરબપતિઓની યાદીમાં ગુરૂવારે મોટુ પરિવર્તન જાેવા મળ્યુ. રિલાયન્સ ઈંડસ્ટ્રીસના શેરના ભાવ વધવાના કારણે મુકેશ અંબાણી એકવાર ફરીથી ટોપ-૧૦ની યાદીમાં પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી રિલાયન્સના ચેરમેન ૧૧ મા સ્થાને હતા, પરંતુ હવે તેમની નેટવર્થ ૧૦૫.૨ અરબ ડોલર પર પહોંચી ગઈ અને તે સીધા નવમાં સ્થાને
પહોંચી ગયા છે.
મુકેશ અંબાણીની સંપત્તિમાં જાેરદાર વધારાનુ મુખ્ય કારણ રિલાયન્સના શેરની કિંમતમાં વધારો થવાનુ છે. ઉલ્લેખનીય છેકે રિલાયન્સ ઈંડસ્ટ્રીસના શેર છેલ્લા પાંચ સત્રમાં સાત ટકા કરતા વધારે ઉછળીને નવા સર્વકાલિક ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. ગુરૂવારે શરૂઆતી કરારમાં રિલાયન્સના શેરના ભાવ બે ટકાથી વધારાની ઝડપ સાથે ૨,૭૭૫ રૂપિયા પર પહોંચી ગયો. આ દરમિયાન રિલાયન્સ ઈંડસ્ટ્રીસ લિમિડેટનુ બજાર મૂડીકરણ પણ વધતા ૧૮.૭ લાખ કરોડ રુપિયા કરતા વધારે થઈ ગયુ.
