Western Times News

Gujarati News

ચારૂસેટ સંલગ્ન PDPIASનો 13મો વાર્ષિકોત્સવ ઉજવાયો

ચાંગા: ચાંગા સ્થિત વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ
યુનિવર્સિટી) સંલગ્ન પી.ડી.પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ (PDPIAS) દ્વારા
તાજેતરમાં 13મોવાર્ષિકોત્સવ ઉજવાયો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સિગિલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને PDPIASના ચીફ પેટ્રન શ્રી મનુભાઈ પટેલ (દુબઇ)ઉપસ્થિત રહ્યા હતા જયારે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ,કેળવણી મંડળ- માતૃસંસ્થા-CHRFના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ,  ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય,પ્રો. પલાશ મંડલ (પ્રિન્સીપાલ, PDPIAS) અને ફેકલ્ટી ઓફસાયન્સના ડીન ડો. સી. કે. સુમેશ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન, મહેમાનોનો પરિચય અને વાર્ષિક અહેવાલ પ્રિન્સીપાલ પ્રો. પલાશ મંડલે રજૂ કર્યો
હતો. તેમણે PDPIAS એ વર્ષ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો,હાંસલ કરેલી વિવિધ
સિધ્ધિઓ, રિસર્ચ પેપર્સ, એવોર્ડ્સ વગેરેની વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે વિવિધ પ્રવૃતિઓમાં સિધ્ધી પ્રાપ્ત કરનાર 130 વિદ્યાર્થીઓ- 8 ફેકલ્ટીનું એવોર્ડ-સર્ટીફીકેટ-મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું.ચીફ પેટ્રોન મનુભાઈ પટેલ (દુબઇ),શ્રી નગીનભાઈ પટેલ,ડૉ.એમ. સી. પટેલઅને ડૉ. આર. વી. ઉપાધ્યાયે પ્રાસંગિક પ્રવચનો કરી સન્માનીત વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી અશોક પટેલ, એડવાઈઝર ડો. બી. જી.પટેલ, એડવાઈઝર ડો. દત્તા મદમવાર, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભનું સંચાલન PDPIASના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.શ્વેતા ડાભીઅને ડો. યોગેશ્વરી પટેલેકર્યું
હતું. આભારવિધિ ડો.યોગેશ્વરી પટેલે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.