Western Times News

Gujarati News

અકસ્માતના આઘાતમાંથી હજી બહાર નથી આવી મલાઈકા

મુંબઈ, પુણે ટાઈમ્સ ફેશન વીકમાં રેમ્પ વોક કર્યા બાદ Malaika Arora જ્યારે મુંબઈ પરત ફરી રહી હતી ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. ખોપોલી નજીક કાર અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ દાખલ કરવી પડી હતી.

આશરે અઠવાડિયા સુધી આરામ કર્યા બાદ મલાઈકાએ કામ શરૂ કરી દીધું છે. ગત શનિવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વેડિંગ પાર્ટીમાં તેણે બોલ્ડ આઉટફિટ પહેરીને હાજરી આપી હતી. હાલમાં તેણે અકસ્માત વિશે વાત કરી હતી અને તે શારીરિક રીતે રિકવર થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

જાે કે, તેણે કહ્યું હતું કે, માનસિક રીતે તે હજી સંપૂર્ણપણે ઠીક થઈ હતી. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે, જ્યારે તે ફિલ્મમાં અકસ્માત કે બ્લર જુએ છે ત્યારે તે ધ્રૂજવા લાગે છે. હકીકતમાં તેની સાથે આવું થતાં તે ખૂબ ડરી ગઈ હતી. હજી પણ તે ડરમાંથી ગયો નથી. મલાઈકા અરોરાએ કહ્યું હતું કે, ‘આ એક એવો કિસ્સો છે, જેને હું ક્યારેય યાદ કરવા માગતી નથી.

અકસ્માત બાદ જે સમયમાંથી પસાર થઈ છું તેને ભૂલાવી શકતી નથી’. આ સિવાય તેણે કહ્યું હતું કે, થોડા સમય માટે તો તે જીવિત છે કે મૃત્યુ પામી તે વિશે પણ તેને જાણ નહોતી. ‘હું ચોંકી ગઈ હતી. મારા માથામાં દુખાવો થઈ રહ્યો હતો. હું માત્ર એટલું જ જાણવા માગતી હતી કે, હું જીવિત છું કે મરી ગઈ.

ખૂબ લોહી વહ્યું હતું. શું થયું તે સમજી શકતી નહોતી. મને માત્ર અવાજ આવ્યો, ધક્કો લાગ્યો અને પછી બધુ બ્લર થઈ ગયું. હોસ્પિટલ જઈને ભાનમાં આવી’. આ અંગે પણ એક્ટ્રેસે વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘બ્રેકઅપ અથવા ડિવોર્સ બાદ પણ મહિલા પોતાની રીતે જીવન જીવે તે જરૂરી છે.

મહિલાઓ વિશે એક ખોટો દ્રષ્ટિકોણ છે, કે જ્યારે તે તેનાથી નાની ઉંમરના પુરુષને ડેટ કરતી હોય ત્યારે તેને પાપ માનવામાં આવે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, મલાઈકા અરોરા છેલ્લે રિયાલિટી શો ‘India’s Got Talent 9’માં Shilpa Shettyની ગેરહાજરીમાં સેલિબ્રિટી ગેસ્ટ જજ તરીકે જાેવા મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.