Western Times News

Gujarati News

અમેરિકા સાથે સંબંધોની દરેક સુધારણા, એક માન્યતા છે કે તે એક દોસ્ત છે: નાણાં મંત્રી

વૉશિંગ્ટન, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ આ સપ્તાહે સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે ભારતની ભૂગોળના સંદર્ભમાં ભારત અને અમેરિકી સંબંધો પર ચર્ચા કરી. આ દરમિયાન ર્નિમલા સીતારમણે કહ્યુ, ‘એક દોસ્તને નબળો ન પાડી શકાય.’ નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યુ, ‘તમે પોતાના મિત્ર પસંદ કરી શકો છો પરંતુ પડોશી નહિ.’

આ દરમિયાન નાણામંત્રી ર્નિમલા સીતારમણને યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરી રહીલ રશિયા પાસેથી ભારત દ્વારા હથિયારો અને ક્રૂડ ઓઈલની ખરીદી સાથે જાેડાયેલા સવાલો પણ કરવામાં આવ્યા. ‘એક દોસ્તને કોઈ પણ કારણે નબળો ન કરી શકાય…’ નાણામંત્રી ર્નિમલા સીતારમણ કહે છે, ‘અમેરિકા સાથે સંબંધોની દરેક સુધારણા, એક માન્યતા છે કે તે એક દોસ્ત છે પરંતુ દોસ્તની ભૌગોલિક સ્થિતિ છે.

એ તેમણે સમજવુ પડશે અને એક દોસ્તને કોઈ પણ કારણે નબળો ના પાડી શકાય. અમારી ભૌગોલિક સ્થિતિને સમજવી પડશે. ઉત્તર સીમાઓ તણાવમાં છે…પશ્ચિમ સીમાઓ પર અડચણો છે…અને ત્યાં અફઘાનિસ્તાન છે…આ છે એવુ નથી કે ભારત પાસે સ્થાનાંતરિક કરવાનો વિકલ્પ છે.’

પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના દિગ્ગજનેતા અટલ બિહારી બાજપેયીનો ઉલ્લેખ કરીને ર્નિમલા સીતારમણે કહ્યુ, ‘તમે પોતાના દોસ્ત પસંદ કરી શકો છે. તમારા પડોશી એ જ છે તમારી પાસે છે. જાે અમેરિકા એક દોસ્ત ઈચ્છતુ હોય તો એ નહિ ઈચ્છે કે એક નબળો દોસ્ત મળે. માટે અમે ર્નિણય લઈ રહ્યા છે કારણકે ભૌગોલિક સ્થાનને જાેતા અમારે એ જાણવાની જરુર છે કે અમે ક્યાં છે.’

‘લોકો જાણે છે કે ભારત-અમેરિકાના સંબંધો ગાઢ છે…’ ર્નિમલા સીતારમણે કહ્યુ, ‘એક સમજ છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે ભારતના સંબંધો વાસ્તવમાં આગળ વધી રહ્યા છે. આ વધુ ગાઢ બન્યા છે. આના પર સવાલ ઉઠાવનાર કોઈ નથી.

પરંતુ એક સમજ એ પણ છે કે માત્ર રશિયા પર ભારત રક્ષા ઉપકરણોના વારસા માટે ર્નિભર નથી. ભારત અને રશિયાના ઘણા દશકોથી વધુ જૂના સંબંધો છે. અને જાે કંઈ પણ હોય, તો હું થોડા વિશ્વાસ સાથે કહી શકુ છુ કે એક સકારાત્મક સમજ છે. આ એક નકારાત્મક સમજ નથી.’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.