Western Times News

Gujarati News

વિશ્વની પ્રગતિમાં ભારતની ભૂમિકા મહત્વની: બોરિસ જોનસન

લંડન, ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારત અને ભારતના લોકતંત્રના ખૂબ વખાણ કર્યા છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે દુનિયામાં ભારતનુ મહત્વ હજુ પણ વધારે એટલે વધી ગયુ છે કે ભારતીય પ્રશાંત ક્ષેત્ર ભવિષ્યની દ્રષ્ટિથી પ્રગતિ અને વિકાસનુ કેન્દ્ર બની ચૂક્યુ છે. ભારત પોતાને એક ઘણા રોમાંચક રીતે આ માટે તૈયાર કરી રહ્યુ છે.

મેક ઈન ઈન્ડિયા આ દિશામાં સારુ પગલુ છે. યુક્રેન યુદ્ધમાં ભારતની તટસ્થ ભૂમિકા પર બ્રિટિશ પીએમએ કહ્યુ કે અમે આનાથી પરેશાન નથી. રશિયાની તાનાશાહીના કારણે હવે તમામ દેશને એક થઈને કામ કરવાની જરૂર છે અને આમાં ભારતની પણ મહત્વની ભૂમિકા છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનએ ભારતીય લોકતંત્રની કેટલાક બ્રિટિશ સાંસદો દ્વારા કરવામાં આવેલી ટીકાના જવાબમાં કહ્યુ કે લોકતંત્રને લઈને કોઈ એક દેશે બીજા દેશને ઉપદેશ આપવો જોઈએ નહીં.

ભારત એક અવિશ્વસનીય, અસાધારણ દેશ છે. દુનિયામાં સૌથી મોટુ લોકતંત્ર છે. આના કરતા પણ વધારે અત્યારે ભારતનુ મહત્વ પહેલા કરતા વધી ગયુ છે. દુનિયા ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં ભવિષ્યનો વિકાસ જોઈ રહ્યુ છે. લોકતાંત્રિક મૂલ્યોના પ્રાઈમેટ તરીકે ભારતની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે અમે ભારત સાથે મિત્રતા અને સહયોગને મજબૂત કરવા માગીએ છીએ.

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની તટસ્થ નીતિનો ઉલ્લેખ કરતા બોરિસ જોનસને કહ્યુ કે આનાથી અમે પરેશાન નથી. ભારતે ઘણીવાર કડક સંદેશ આપ્યા છે પરંતુ હુ પહેલા પણ કહી ચૂક્યો છુ અને એકવાર ફરી કહુ છુ કે યુક્રેનમાં યુદ્ધ કરીને વ્લાદિમીર પુતિનએ એક મોટી ભૂલ કરી છે.

આ મુદ્દો લાંબા સમય સુધી રહેશે. બોરિસે કહ્યુ કે જ્યારે તાનાશાહ દુનિયામાં અસ્થિરતા ફેલાવનારી હરકત કરે છે તો આપને પહેલા કરતા વધારે એકબીજાના સહયોગ, મિત્રતા અને મદદની જરૂર હોય છે.

તેથી અમે પીએમ મોદીને જી7 ની બેઠકમાં આમંત્રિત કર્યા છે. 2030ને ધ્યાનમાં રાખીને તૈયાર રોડમેપમાં ભારતની ભૂમિકા મહત્વની રહેવાની છે. આને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયા અને મહિનાઓમાં વાતચીતમાં ઘણી પ્રગતિ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.