Western Times News

Gujarati News

રણબીર-આલિયાની ૧૮ વર્ષ જૂની તસવીર આવી સામે

મુંબઈ, Alia Bhatt અને Ranbir Kapoorના ફેન્સે કપલનો એ ફોટો શોધી કાઢ્યો છે જેની ખૂબ ચર્ચા થઈ છે પરંતુ આજ સુધી કોઈએ જાેયો નહોતો. આલિયા ભટ્ટ અગાઉ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરી ચૂકી છે તેણે સંજય લીલા ભણસાલીની અભરાઈએ ચડી ગયેલી ફિલ્મ બાલિકા વધૂ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો.

સંજય લીલા ભણસાલી આલિયા અને રણબીરને આ ફિલ્મમાં લેવા માગતા હતા. એ વખતે રણબીરની ઉંમર ૨૦ વર્ષ અને આલિયાની ઉંમર ૧૧ વર્ષ હતી. આલિયાએ રણબીર સાથે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો અને તેમના કેટલાક ફોટો પાડવામાં આવ્યા હતા.

રણબીર કપૂર એ સમય સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો. આલિયાએ ઈન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે, ભણસાલીએ રણબીર સાથેની તેની તસવીર ફ્રેમ કરવાની તેને ભેટ આપી હતી અને હવે રણબીર-આલિયા પતિ-પત્ની બની ગયા છે ત્યારે નિઃશંકપણે તેમના જીવનમાં આ ફોટોનું ખાસ સ્થાન હશે.

આલિયાએ ક્યારેય એ ફોટો પોતાના ફેન્સ સાથે શેર નથી કર્યો પરંતુ ફેન્સ તો ફેન્સ છે. તેમણે આ ફોટો શોધી કાઢ્યો છે. શનિવારે આલિયા ભટ્ટે પોતાની યૂટ્યૂબ ચેનલ પર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના પ્રમોશનના ૩૦ દિવસની ઝલક બતાવતો વિડીયો શેર કર્યો હતો.

એક શોટમાં આલિયા પોતાના ઘરે કસરત કરતી દેખાય છે. આ જ દરમિયાન તેના ઘરનો એક ખૂણો દેખાય છે જ્યાં નાનકડી આલિયાએ રણબીરના ખભે માથું મૂક્યું હોય તેવો ફોટો છે. સ્ક્રીન ટેસ્ટની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર એક શેલ્ફ પર મૂકેલી હતી.

હાલ તો આ વિડીયો આલિયાની યૂટ્યૂબ ચેનલ પરથી હટાવી લેવામાં આવ્યો છે પરંતુ ફેન્સે તેના સ્ક્રીનશોટ લઈ લીધા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જાેઈ શકો છો કે, રણબીર આગળ બેઠો છે અને આલિયાએ તેનું માથું રણબીરના ખભે મૂક્યું છે. ફોટો જાેતાં લાગે છે કે આલિયાએ સાડી પહેરી હશે. ફોટોમાં દેખાય છે કે આલિયા કેટલી માસૂમ લાગી રહી છે.

‘બાલિકા વધૂ’ ફિલ્મ બાળલગ્ન આધારિત જ હતી પરંતુ કોઈ કારણોસર બની ના શકી. ૨૦૧૪માં આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘હાઈવે’નું પ્રમોશન કરી રહી હતી એ વખતે તેણે ‘બાલિકા વધૂ’ માટે આપેલા ઓડિશન વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, એ વખતે ભણસાલીને બંને વચ્ચે ખાસ કેમેસ્ટ્રી હોવાનો અંદાજ આવ્યો હતો. “ભણસાલી સર કહેતા હતા કે હું રણબીર સાથે ફ્લર્ટ કરતી હતી”, તેમ આલિયાએ જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.