Western Times News

Gujarati News

અરિજીત સિંહના જન્મદિવસ પર ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી

મુંબઈ, અરિજીત સિંહ બોલિવૂડના ટોચના ગાયકોમાંથી એક છે. તેમના દ્વારા ગવાયેલા દરેક ગીત લોકોના હોઠ પર ચડી જાય છે. અરિજીત સિંહના માદક અવાજનો જાદુ દરેકના માથા પર ચઢીને બોલે છે. અરિજીત સિંહ બાળપણથી જ ગાયકીના ક્ષેત્રમાં આવવા માંગતા હતા અને આ માટે તેમણે લાંબો સમય સંઘર્ષ પણ કર્યો છે.

તેમના શરૂઆતના કેટલાક વર્ષો સંઘર્ષથી ભરેલા હતા પરંતુ ગાયકે ન તો હાર માની કે ન તો લડવાનું બંધ કર્યું તેનું પરિણામ એ આવ્યું કે આજે તે બોલિવૂડના સંગીત ઉદ્યોગ પર રાજ કરી રહ્યા છે. અરિજીત સિંહ આજે તેનો ૩૫મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.

અરિજીત સિંહના જન્મદિવસ પર તેમના ચાહકો તેમને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. અરિજીત સિંહે પોતાની કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. અરિજીત સિંહને સંગીત વારસામાં મળ્યું છે. તેમની માતા પણ ગાયિકા હતી, તેમના મામા તબલા વાદક હતા.

અરિજીત સિંહના મામા શાસ્ત્રીય સંગીત સાથે જાેડાયેલા હતા. અરિજીત સિંહે બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે તેઓ સંગીતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવશે અને તેમણે તે જ કર્યું.

અરિજીત સિંહને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એક પછી એક ઘણી નિષ્ફળતાઓ મળી હતી. ‘ફેમ ગુરુકુલ’ નામના સિંગિંગ રિયાલિટી શોમાં ટોચના ૫માં પહોંચતા પહેલા તેઓ શોમાંથી બહાર થઇ ગયા ત્યારે અરિજીત સિંહ માત્ર ૧૮ વર્ષના હતા.

જાેકે સારી વાત એ છે કે આ જ શોમાં સંજય લીલા ભણસાલીએ તેમના અવાજ પર ધ્યાન આપ્યુ અને રણબીર કપૂરની પહેલી ફિલ્મ ‘સાવરિયા’માં ‘યું શબનમી’ ગીત તેમને ગાવા આપ્યુ જાેકે, તેમના અવાજમાં આ ગીત ક્યારેય રિલીઝ થઈ શક્યું ન નહીં.

અરિજીત સિંહ ‘૧૦ કે ૧૦ લે ગયે દિલ’માં વિજેતા બન્યો અને તેણે આ શોમાં મળેલા ૧૦ લાખ રૂપિયાથી રેકોર્ડિંગ સ્ટુડિયો ખોલ્યો. વાસ્તવમાં, અરિજીત સિંહનો પહેલો આલ્બમ પણ ફિલ્મ ‘સાવરિયા’નો હતો પરંતુ તેનો આલ્બમ રિલીઝ થયો ન હતો. અરિજીત સિંહે ‘આશિકી ૨’ નું ગીત ‘તુમ હી હો’ ગાયું, જેના પછી લોકોએ તેની નોંધ લીધી.

લોકો તેના અવાજમાં દર્દ અને પ્રેમ બંને અનુભવતા હતા. તે જ વર્ષે અરિજીત સિંહે ‘ફિર મોહબ્બત’ અને ‘રાબતા’ ગીતો ગાયા અને તે પછી તેમણે ક્યારે પણ પાછળ વળીને જાેયું નથી.

અરિજીત સિંહને સાદી જીવનશૈલી વધુ પસંદ છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ‘મને સેલિબ્રિટી બનવાથી નફરત છે. હું સંગીતમાં એટલા માટે આવ્યો કારણ કે મને તે ગમતું હતું, એટલા માટે નહીં કે હું પ્રખ્યાત બનવા માંગતો હતો.’ અરિજીત સિંહ ઘણીવાર બાળકોની શાળામાં સ્લીપર પહેરીને પહોંચી જાય છે. તે મુંબઈ કરતાં વધુ પોતાના વતનમાં રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.