Western Times News

Gujarati News

જયેશભાઈ જોરદારના પહેલા ગીત ફાયરક્રેકરમાં રણવીરનો મસ્તમૌલા અંદાજ

મુંબઈ,  રણવીર સિંહની આગામી ફિલ્મ જયેશભાઈ જાેરદારનું પહેલું ગીત સોમવારે બપોરે લોન્ચ કરવામાં આવ્યું છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર ફાયરક્રેકર ગીતનો વિડીયો શેર કર્યો હતો. ગીતમાં રણવીર સિંહ મસ્તીથી નાચતો અને ગાતો જાેવા મળે છે અને તેના જીવનની ‘ફટાકડી’ને વખાણતો જાેવા મળે છે. ફિલ્મમાં રણવીર સિંહ એક સીધા સરળ ગુજરાતીના રોલમાં જાેવા મળશે.

ત્યારે ફેન્સને આ તેનો લૂક પસંદ આવી રહ્યો છે. સાથે જ રણવીર પોતાના પાત્રમાં ઓતપ્રોત થતો ફરી એકવાર જાેવા મળ્યો છે. ગીતની શરૂઆત રણવીર સિંહના પાત્ર જયેશભાઈ દ્વારા થાય છે. જયેશભાઈ પોતાના ટ્રેડમાર્ક પેન્ટ અને શર્ટમાં જાેવા મળે છે. જયેશભાઈ પોતાની ધૂનમાં જ ડાન્સ કરી રહ્યા છે જ્યારે ઘૂંઘટમાં રહેલી કેટલીક મહિલાઓ પણ તેનો ડાન્સ કરવામાં સાથ આપે છે.

ગીતમાં જયેશભાઈ પોતાના જીવનની ફાયરક્રેકરના વખાણ કરતાં દેખાય છે. ગીતમાં અંગ્રેજીમાં રૅપ પણ આવે છે. ‘જયેશભાઈ જાેરદાર’નું આ ગીત લોકમોઢે ચડી જશે અને ઉત્તરાયણમાં ધાબા પર ધૂમ મચાવશે તેવું લાગે છે. આ ગીત વિશાલ દદલાની અને શેખર રાવજીયાણીએ કમ્પોઝ કર્યું છે. ગીતના શબ્દો કુમાર અને વાયુએ લખ્યા છે. ફેન્સને ગીત પસંદ આવી રહ્યું છે.

વિશાલ-શેખરનું મ્યૂઝિક અને અવાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. રણવીર પોતાના દરેક પાત્રમાં ઓતપ્રોત થઈ જાય છે તેમ તે હાલ જયેશભાઈના રંગમાં રંગાઈ ગયો છે. ફેન્સ પણ તેના પાત્ર પ્રત્યેના સમર્પણના વખાણ કરી રહ્યા છે.

સાથે જ તેના ડાન્સ મૂવ્સ પણ લોકોને પસંદ આવી રહ્યા છે. જયેશભાઈ જાેરદારના ગીત ફાયરક્રેકરની લોન્ચ ઈવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં રણવીર સિંહનો જાેરદાર લૂક જાેવા મળ્યો હતો. રણવીર સિંહ ફૂલોવાળું પીળા રંગનું શર્ટ અને રંગબેરંગી પટ્ટાવાળું પેન્ટ પહેરીને આવ્યો હતો. જયેશભાઈની કાર પર બેસીને રણવીરે ફિલ્મનો સિગ્નેચર સ્ટેપ કરવાની સાથે મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ‘જયેશભાઈ જાેરદાર’ સોશિયલ કોમેડી ફિલ્મ છે. જેમાં રણવીર સિંહ પરણેલા ગુજરાતી પુરુષના પાત્રમાં જાેવા મળે છે. જયેશભાઈ પોતાની પત્નીના ગર્ભમાં રહેલી બાળકીનો જીવ બચાવવા માટે પોતાના પિતા અને આખા સમાજની સામે પડે છે.

‘જયેશભાઈ જાેરદાર’ દ્વારા ગુજરાતી ફિલ્મોના એક્ટરમાંથી ડાયરેક્ટર બનેલો દિવ્યાંગ ઠક્કર ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મમાં રણવીર ઉપરાંત શાલિની પાંડે, રત્ના પાઠક શાહ, બોમન ઈરાની, અપારશક્તિ ખુરાના જેવા કલાકારો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.