Western Times News

Gujarati News

DCGIએ ભારત બાયોટેકની કોવેક્સિનને 6 થી 12 વર્ષની વયના બાળકો માટે ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ DCGIએ ભારત બાયોટેકની કોવેક્સિનને 6 થી 12 વર્ષની વયના બાળકો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ ઉપરાંત 12 વર્ષથી વધુ વય જૂથના બાળકો માટે Zydus Cadila ની ઝાયકોવ-ડી વેક્સિનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભારત બાયોટેકની કોવેક્સિનને 2-12 વર્ષની વયના બાળકોને લાગાવવા માટે ડેટા માંગવામાં આવ્યો હતો.

દેશમાં કોરોના સામે યુદ્ધ ચાલી રહ્યું છે. માસ્કને લઈને વેક્સિનને લઈને સતત જાગરુત કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સમાચાર એજન્સી ANIના સૂત્રોના અહવેલાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જે અંતર્ગત ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે.

હાલમાં, કોવેકસિન 12-14 વર્ષની વયના બાળકોને આપવામાં આવે છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે. તેમને કોવેકસિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

જો કે, પાછળથી આ અભિયાનને 16 માર્ચથી લંબાવવામાં આવ્યું હતું, જેમાં 12-14 વર્ષના બાળકોનો સમાવેશ થતો હતો. તેમને Corbevax આપવામાં આવે છે. આ રીતે હવે દેશમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની બે વેક્સિન મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.