Western Times News

Gujarati News

શહેરાના MLA જેઠાભાઈ ભરવાડ સામે કોન્ટ્રાકટર દ્વારા ગંભીર આક્ષેપ કર્યા અને પોલીસ મથકમા અરજી કરી

ગોધરા, પંચમહાલ જીલ્લાના શહેરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ચાંદલગઢ  ખાતે પાકૂ મકાન બનાવડાવીને  ૫૮ લાખ જેટલી રકમની ચૂકવણી નહી કરવામા આવી હોવાનો ગંભીર આક્ષેપ કોન્ટ્રાકટર દ્વારા લગાવામા આવ્યો છે.આ મામલે શહેરા પોલીસ મથકે ધારાસભ્ય સામે લેખિત અરજી આપવામા આવતા શહેરાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

શહેરા તાલૂકાના લાભી ગામના જયેશકુમાર પગી પોતે વર્ષોથી ખોડીયાર એન્ટરપ્રાઇઝ અને સંસ્કૃતિ ડેવલપર્સ નામે કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરી રહ્યા છે.તેમને શહેરા પોલીસ મથકમા આપેલી લેખિત અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યુ કે શહેરા તાલૂકાના ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે  મકાન બનાવા માટે મૌખિક વાતચીત કરી કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

પણ જમીન વનવિભાગના તાબાહેઠળ હોવાનૂ જાણ થતા આ બાબતે મે પૂછતા જણાવ્યુ કે હુ શહેરા મતવિસ્તારનો ધારાસભ્ય છૂ.સરકારીતંત્ર મારા હાથમા છે.જેથી તારે ચિંતા કરવી નહિ.આથી બિલ્ડીંગ તૈયાર થઈ જતા બાકી રહેલા ૫૭.૪૩ લાખ  નાણા માંગતા જેઠાભાઈ ભરવાડે ધમકી આપી હતી કે નાણા નહી મળે.અને ખોટા ગૂનામાં સંડોવી દઇશ.તેવો આક્ષેપ અરજીમાં કર્યો છે.

લેખિત અરજી આપવા અન્ય સમર્થકો પણ હાજર રહ્યા હતા.આ અરજી કરનાર જયેશ પગીએ મિડિયા સાથેની વાતચીતમા પોતે ભાજપ પાર્ટી સાથે સંકળાયેલ કાર્યકર્તા હોવાનુ જણાવ્યુ હતૂ.અત્રે નોંધનીય છે ચાર ટર્મથી વિજેતા બનતા ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સામે પોલીસમા અરજી થતા શહેરાના સ્થાનિક રાજકારણમા ભારે ગરમાવો આવ્યો છ.

આ પહેલા પણ જેઠાભાઇ ભરવાડ સામે ચાંદણગઢ ખાતે આવેલી વનવિભાગની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવાના આક્ષેપ શહેરા તાલૂકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા કરવામા આવ્યો છે.આ આક્ષેપોને ધારાસભ્ય દ્વારા નકારી દેવામા આવ્યા હતા.

અરજી કરનાર જયેશ પગીની તસવીર
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.