Western Times News

Gujarati News

રમતગમતમાં આગળ વધવા માટે ખેલાડીઓ જાહેરમાર્ગો ઉપર વાહનોના અકસ્માતના ભય વચ્ચે પણ કરી રહ્યા છે પ્રેક્ટિસ.

રમતગમતની પ્રેક્ટિસના ગ્રાઉન્ડના અભાવે મેદાન ઉભું કરવાની માંગ સાથે ખેલાડીઓને મેળવેલ મેડલો ભરૂચ કલેકટરના ટેબલ ઉપર મૂક્યા.

ખેલ મહાકુંભ જેવી રમતોનું સરકાર આયોજન તો કરે છે પણ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકે તેવું કોઈ મેદાન ભરૂચમાં નથી આપી શક્યું : વિઠ્ઠલ શિંદે 

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ શહેર અને જીલ્લામાં વિઠ્ઠલ શિંદે ૧૫ વર્ષથી એથેલટીક ચલાવી રહ્યા છે અને ખેલાડીઓને પ્રેક્ટીસ પણ કરાવી રહ્યા છે.જેમાં ભરૂચ શહેરમાં વસતા વિવિધ ખેલાડીઓને વિના મુલ્યે એથેલટીક રમતોનું પ્રશિક્ષણ પણ કરાવી રહ્યા છે.પરંતુ ભરૂચ શહેરમાં રમતગમત અંગેની પ્રેક્ટીસ માટેનું કોઈ મેદાન ન હોવાના કારણે ભરૂચના એથેલટીક કોચની આગેવાનીમાં તમામ ખેલાડીઓને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર પાઠવી મેદાનની માંગ કરી છે.

ભરૂચ શહેરના નંદેલાવ રોડ પરના જવાહર નગરમાં રહેતા અને એથેલટીક કોચ તરીકે સેવા આપતા વિઠ્ઠલભાઈ શિંદે છેલ્લા ૧૫ વર્ષથી શહેરમાં એથેલટીક ચલાવી રહ્યા છે અને કેટલાય રમતવીરોનું પ્રતિનિધત્વ જીલ્લાકક્ષા, રાજ્યકક્ષાએ પણ કર્યું છે.રમતગમતમાં તેઓના રમતવીરોએ ભાગ મેળવી મેડલો, ગોલ્ડ મેડલો,ટ્રોફી અને સન્માનપત્રો પણ મેળવ્યા છે.

અને હજુપણ ખેલાડીઓએને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.ત્યારે ભરૂચ શહેરમાં વસતા વિવિધ ખેલાડીઓની પ્રેક્ટિસ માટે સરકાર તરફ થી કોઈ કાયદેસર ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું નથી. ત્યારે એથેલટીકના ટ્રેક પ્રમાણે સ્ટાન્ડર પ્રેક્ટિસ ન હોવાથી ૨૦૦,૪૦૦,૮૦૦,૧૫૦૦,૩૦૦૦ મીટર ની દોડ માટેનું પ્રશિક્ષણ આપી ન શકતા હોય જેના કારણે રમતવીરોને જાહેરમાર્ગો ઉપર જ વાહનોના ભય વચ્ચે પણ દોડ કરાવવામાં આવી રહી છે.

અને કોઈપણ રમતવીર અકસ્માતનો ભોગ પણ બની શકે તેવો ભય સતાવી રહ્યો છે.જેથી ભરૂચ શહેરના રમતવીરો માટે એક કાયદેસરનું ગ્રાઉન્ડ ફાળવવાની માંગ સાથે રમતવીરોએ પોતાના અત્યાર સુધીમાં મેળવેલા મેડલો કલેકટરના ટેબલ ઉપર ખડકી દઈ રમતવીરો માટે ગ્રાઉન્ડ ફાળવવાની માંગ સાથે એક લેખિત આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.

એક તરફ સરકાર ખેલ મહાકુંભ ના આયોજનો કરી રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.ત્યારે આ જ રમતવીરો વિવિધ રમતોની પ્રેક્ટિસ કરી શકે તેવું ગ્રાઉન્ડ ભરૂચ શહેરમાં ન હોવાના કારણે આજે રમતવીરોએ જાહેરમાર્ગો ઉપર વાહનો ની અડફેટે અકસ્માતનોના ભય વચ્ચે પણ દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે.ત્યારે ખેલ મહાકુંભ ના આયોજન સાથે ભરૂચ શહેરને રમતવીરોને પ્રેક્ટિસ માટે એક ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી માંગ રમતવીરો અને રમતની પ્રેક્ટિસ કરાવનારા કોચે માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.