Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો વધતા જતા હોવાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી અને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર હેડકોટર વિસ્તારમાં રહેતા મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જેને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ બેડામાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આ બનાવની પ્રાથમિક વિગતો મેળવતા સામે આવ્યું છે કે, પોતાના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ પતિએ વાસણ ધોવાનું કહેતા ત્યાર બાદ પતિ પોતાની ફરજ ઉપર જતા રહ્યા બાદ આ મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે

પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર હેડક્વાટર વિસ્તારમાં રહેતા અને સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણીએ આત્મહત્યા કરી લીધી છે. જેને લઇને સમગ્ર જિલ્લામાં પોલીસ બેડામાં ચકચાર વ્યાપી જવા પામી છે.

ત્યારે પોતાના ૨૮ માસના બાળકને ઘરમાં સુવડાવી ત્યાર બાદ પંખે લટકી અને ગળે ફાંસો ખાઈ લીધો છે. જેને લઈને હાલમાં પોલીસ બેડા તથા હેડક્વાટર વિસ્તારમાં પણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પોતાની ફરજ પૂર્ણ કરી અને ઘરે આવ્યા તે સમયે પતિએ વાસણ ઉટકવાનું કહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને લાગી આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.