ખારવા તળાવમાં માટીનું ગેરકાયદે ખનન કરતા ટ્રેક્ટર અને જેસીબી મશીન જપ્ત
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના નદીસર ગામે આવેલ ખારવા તળાવમાં ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદ ગોધરા ખાણ ખનીજ વિભાગ મળતા ખનીજ વિભાગે દરોડો પાડી સ્થળ પરથી ચાર ટ્રેક્ટર અને એક જેસીબી મશીન કબ્જે લઈ કુલ રૂ .૫૦ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી
ગોધરા તાલુકાના નદીસર ગામે આવેલ ખારવા તળાવમાં ગેરકાયદે મોટાપાયે માટી ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદ ગોધરા ખાણખનિજ વિભાગ ને મળતા તંત્ર એકશન માં આવ્યું હતું અને સ્થળ પર દરોડો પાડી ચાર ટ્રેક્ટર અને એક જેસીબી મશીન ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી
આ ગેરકાયદે મોટી ખોદકામ પ્રવિણ ચારણ નામના વ્યક્તિ ધ્વારા કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું ખનીજ વિભાગ ના અધિકારીઓ ધ્વારા સ્થળ પર જે સમયે ગેરકાયદે મોટી ખોદકામ ચાલતું હતું
તે દરમ્યાન જ દરોડો પાડવામાં આવ્યો હતો જેને લઈ ખનન માફિયા ઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો ખનીજ વિભાગે સ્થળ પરથી પાંચ વાહનો મળી કુલ રૂ ૫૦ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઈ કેટલા પ્રમાણમાં માટેની ચોરી કરવામાં આવી છે જે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી .