Western Times News

Gujarati News

વારસાગત એન્ટ્રી ટૂંકમાં ઓનલાઇન કરાશે

સરકાર દ્વારા વધુ એક ઓનલાઇન સુવિધા શરૂ : વિધા મેળવવા લોકોને મામલતદાર કચેરીના ધક્કાઓ ખાવા નહીં પડે : તંત્ર તરફથી નોંધ અરજદારને મોકલાશે

અમદાવાદ : રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કર્યા બાદ હવે વારસાઇ નોંધ પણ ઓનલાઇન કરી શકાય તેવી સુવિધા શરૂ કરી દીધી છે જેના કારણે હવે નાગરિકોએ કચેરીનો ધક્કો ખાવો નહીં પડે. પરંતુ ઘેર બેઠાં ઓનલાઇન અરજી અને તેને લગતી તમામ પ્રક્રિયા પૂરી કરીને વારસાઇ નોંધ કરાવી શકાશે. સરકારની આ અગત્યની સુવિધાને લઇ અરજદારોને બહુ મોટી રાહત થઇ છે. ખાસ કરીને મામલતદાર કચેરીના ધક્કા નહી ખાવા પડે. વારસાઇ એન્ટ્રી પણ હવે ઓનલાઇન જ શકય બનશે. તંત્ર દ્વારા વારસાઇની કાચી નોંધ બાબતે એસએમએસ મોકલવામાં આવશે. ત્યારબાદ અરજદારે જરૂરી તમામ પુરાવાઓ ૧૫ દિવસમાં રજૂ કરવાના રહેશે.

વારસાઇ નોંધ સુવિધા માટે આઇઓઆરએ.ગુજરાત.ગવ.ઇન પર અરજી સબમીટ કરવાની રહેશે. માત્ર પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલી અરજી જ માન્ય ગણાશે. ઓનલાઇન અરજીની પ્રક્રિયા પૂરી થયેથી અરજી જે તે તાલુકા કે શહેરમાં ઇ-ધરા કેન્દ્રમાં આગળની પ્રક્રિયા માટે સબમીટ થશે.

અરજદારે જરૂરી તમામ પુરાવાઓ ૧૫ દિવસમાં રજૂ કરી દે ત્યારબાદ અરજીની તમામ વિગતોની સ્થિતિ અને નિકાલની વિગતો મોબાઇલ પર મળતી રહેશે. સહીવાળી અરજી સાથે મરણનું પ્રમાણપત્ર તથા મરણ પામનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરી અપલોડ કરવાના રહેશ. વારસાઇની કાચી નોંધ બાબતે એસએમએસ મોકલવામાં આવશે તથા અરજી સબમિટ કર્યાની તારીખથી મહત્તમ ૧૫ દિવસમાં અસલ દસ્તાવેજા જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે.

અરજદાર તથા અરજી મુજબના હક્ક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજૂ કરી હશે તો તમામને વારસાઇની કાચી નોંધ બાબતે એસએમએસ મોકલવામાં આવશે. સરકારની આ સુવિધાના કારણે નાગરિકોને બહુ મોટી રાહત થઇ છે અને તેમની સુગમતા હાથવગી બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.