Western Times News

Gujarati News

મધ્યમથી લાંબા ગાળા માટે ભાડે અપાયેલી ઓફિસોના ભાડા સ્થિર રહેશે

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ,  ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની સીબીઆરઈ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડે આજે એનાં લેટેસ્ટ ઇન્ડિયા ઓફિસ માર્કેટવ્યૂ-ક્વાર્ટર ૩- ૨૦૧૯નાં તારણોની જાહેરાત કરી હતી. આ રિપોર્ટ મુજબ, સ્પેસની ખરીદીમાં ત્રિમાસિક ધોરણે ઘટાડો થયો હતો, પુરવઠામાં નગણ્ય વધારો થયો હતો અને તમામ માઇક્રો-માર્કેટમાં ભાડાનાં મૂલ્ય સ્થિર જળવાઈ રહ્યાં હતાં. ભાડાપટ્ટાની કામગીરી મુખ્યત્વે એસબીડીમાં એસ.જી. હાઇવે રોડ અને વસ્ત્રાપુર તથા પછી સીબીડી અને પીબીડીમાં કેન્દ્રિત હતી.

રિપોર્ટનાં તારણો અંગે સીબીઆરઈ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં ઇન્ડિયાનાં એડવાઇઝરી એન્ડ ટ્રાન્ઝેક્શન સર્વિસીસનાં મેનેજિંગ ડાયરેક્ટર રામ ચાંદનાનીએ જણાવ્યું હતું કે, ભાડાપટ્ટાની કામગીરી મુખ્યત્વે બીએફએસઆઈ અને એન્જિનીયરિંગ તથા ઉત્પાદક કંપનીઓ દ્વારા સંચાલિત હતી તેમજ ફ્‌લેક્સિબલ સ્પેસ ઓપરેટર્સનો ફાળો પણ સારો હતો. તાજેતરમાં ગુણવત્તાયુક્ત, રોકાણની કક્ષાનો પુરવઠાએ ઓક્યુપાયરનાં રસમાં વધારો કર્યો છે અને આગામી ત્રિમાસિક ગાળાઓમાં આ ટ્રેન્ડ જળવાઈ રહેશે એવી અમને અપેક્ષા છે.

દરમ્યાન સીબીઆરઈ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં એડવાઇઝરી એન્ડ ટ્રાન્ઝેક્શન સર્વિસીસનાં સીનિયર જનરલ મેનેજર વિપુલ લોઢાએ જણાવ્યું કે, તમામ માઇક્રો-માર્કટેમાં ભાડાનાં મૂલ્ય મોટાં ભાગે સ્થિર રહ્યાં હતાં અને શહેરમાં સમીક્ષાનાં વર્તમાન ગાળા દરમિયાન પુરવઠામાં નગણ્ય વધારો જોવા મળ્યો હતો. દેશમાં ભાડાપટ્ટાની કામગીરી વાર્ષિક ધોરણે ૩૦ ટકા વધી હતી અને ૨૦૧૯નાં પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં ૪૭ મિલિયન ચોરસ ફીટને આંબી ગઈ હતી.

૨૦૧૯માં અત્યાર સુધી ભાડાપટ્ટાની આશરે ૮૦ ટકા કામગીરી બેંગલોર અને પછી હૈદરાબાદ, એનસીઆર, મુંબઈમાં થઈ હતી. ૨૦૧૯નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભાડાપટ્ટાની કામગીરી ૧૫.૪ મિલિયન ચોરસ ફૂટ થઈ હતી, જેમાં વાર્ષિક ધોરણે ૨૩ ટકાનો વધારો થયો હતો. ઓફિસ ભાડાપટ્ટે આપવાની કામગીરી ઐતિહાસિક ઊંચાઈ આંબી જવાની સાથે ટૂંકા ગાળામાં સ્પેસ લેવામાં વધારો થવાની શક્યતા છે, પણ મધ્યમથી લાંબા ગાળા માટે સ્થિર રહેશે.

બેંગલોર અને હૈદરાબાદ વચ્ચેનો ગેપ ઘટશે એવી ધારણા છે, ત્યારે હૈદરાબાદની વૃદ્ધિ પુરવઠો પૂર્ણ થવાથી અને પ્રી-લીઝ કમ્પ્લેશન દ્વારા સંચાલિત માગ વધવાથી સંચાલિત હશે. ફ્‌લેક્સિબલ સ્પેસ ઓપરેટર્સ કામગીરીનું વિસ્તરણ જાળવી રાખશે એવી અપેક્ષા છે, જેનાં પરિણામે વર્ષ ૨૦૧૯નાં અંત સુધીમાં સંપૂર્ણ ભાડાપટ્ટાની કામગીરીમાં હિસ્સો જળવાઈ રહેશે. તેઓ મુખ્ય માઇક્રો-માર્કેટ્‌સ ટિઅર ટુ અને ટિઅર થ્રી શહેરો ઉપરાંત ટિઅર વનમાં સેકન્ડરી બજારોને લક્ષ્યાંક બનાવશે એવી ધારણા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.