Western Times News

Gujarati News

ડબલ એન્જિનનું વચન ફ્લોપ : મનમોહનસિંહ

મુંબઈ : મહારાષ્ટ્રના ચૂંટણી સમરમાં આજે ગુરૂવારના દિવસે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ કુદી પડ્યા હતા. ડોકટર મનમોહન સિંહે કલમ ૩૭૦ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશ્નોના જારદાર જવાબો આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ આર્ટિકલ ૩૭૦ને ખતમ કરવા માટે બિલના સમર્થનમાં મત આપ્યા હતા.

અમારી પાર્ટી કલમ ૩૭૦ની  (Article 370 jammu and kashmir) વિરુદ્ધમાં ક્યારેય રહી નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પીએમસી બેંક સંકટ (PMC bank Crisis) માટે પોતાને જવાબદાર ઠેરવી દેવાના સંબંધમાં વળતા પ્રહારો કર્યા હતા. પૂર્વ વડાપ્રધાને આક્ષેપ કરતા કહ્યુ હતુ કે કે ભાજપ સરકાર માત્ર વિપક્ષ પર પ્રહારો કરવામાં માને છે. સમાધાન કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. તેમણે કહ્યુ હતુ કે નીચલા સ્તરના ફુગાવાના કારણે ખેડુતો પર સંકટની સ્થિતી રહેલી છે.

સરકારની આયાત-નિકાસની નિતીના કારણે પણ માઠી અસર થઇ રહી છે. ડોક્ટર સિંહે કહ્યુ હતુ કે અમે માનીએ છીએ કે કલમ ૩૭૦ એક અંશકાલિક ઉપાય તરીકે હતી.

પરંતુ જા ફેરફાર કરવામાં આવ્યા છે તો તેને જમ્મુ કાશ્મીરના લોકોના સદ્‌ભાવ સાથે કરવામાં આવે તે જરૂરી છે. સિંહે કહ્યુ હતુ કે અલબત્ત જે રીતે બિલને લાગુ કરવામાં આવ્યુ છે અમે ેનો વિરોધ કરી રહ્યા છીએ.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં હાલમાં કલમ ૩૭૦નો મુદ્દા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જારદાર રીતે ઉઠાવી રહ્યા છે. બીડમાં એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ ૩૭૦ના મામલે કેન્દ્ર બાજુ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. સાથે સાથે નિર્ણયનો વિરોધ કરનાર રાજકીય નેતાઓની જારદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યુ હતુ કે કલમ ૩૭૦ દુર કરવામાં આવ્યા બાદ એક કોંગ્રેસી નેતાએ કહ્યુ હતુ કે કલમ ૩૭૦ની નાબુદી બાદ દેશ બરબાદ થઇ જશે.

ત્રણ મહિનાનો ગાળો થઇ ગયો છે પરંતુ દેશમાં આવી કોઇ બરબાદી આવી નથી. તેમણે કહ્યુ હતુ કે અમને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનવા માટે ૧૦થી ૧૨ ટકાના ગ્રોથ રેટ સાથે આગળ વધવાની જરૂર છે. જા કે ભાજપના શાસન કાળમાં દર વર્ષે વિકાસનો દર તો નીચે પહોચીં રહ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે આઇએમએફે કહ્યુ છે કે આ વર્ષે ભારતનો વિકાસ દર કેટલાક મહિના પહેલા લગાવવામાં આવેલા ૭.૩ ટકાના અંદાજ કરતા માત્ર ૬.૧ ટકા રહી જશે.  મનમોહન સિંહે આજે મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કરે ભાજપ દ્વારા વોટ મેળવી લેવા માટે કરવામાં આવેલા ડબલ એન્જિનનું  વચન સંપૂર્ણ રીતે ફ્લોપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.