Western Times News

Gujarati News

૮૫ મુસાફરો સાથે સ્‍પાઇસ જેટનું વિમાન તોફાનમાં ફસાયું : ૪૦ જેટલા યાત્રીઓ ઇજાગ્રસ્‍ત

મુંબઇ,  મુંબઇથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જતું સ્‍પાઈસ જેટ વિમાન અચાનક તોફાનમાં ફસાઈ ગયું. દુર્ગાપુર એરપોર્ટ પર લેન્‍ડિંગ સમયે વિમાન સામે તોફાન આવી ગયું હતું. વિમાનમાં ૧૮૫ મુસાફરો સવાર હતા. આ ઘટનામાં ૪૦ મુસાફરો ઇજાગ્રસ્‍ત થયા છે. એરપોર્ટ પર તમામ ઇજાગ્રસ્‍તોની સારવાર કરવામાં આવી હતી. જો કે, એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્‍ડિંગ કરવામાં આવ્‍યું હતું.

સ્‍પાઈસ જેટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્‍યું હતું કે, બોઈંગ બી૭૩૭ વિમાન સુરક્ષિત લેન્‍ડિંગ કરવામાં સફળ રહ્યું છે અને ઇજાગ્રસ્‍તોને સારવાર આપવામાં આવી છે.

જરૂરિયાત પડવા પર ઇજાગ્રસ્‍તોને નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ખરાબ વાતાવરણને કારણે વિમાનમાં અફરાતફરી સર્જાતા પાયલટે સીટ બેલ્‍ટ લગાવવાનો ઇશારો કર્યો હતો.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર ફૂડ ટ્રોલી સાથે અથડાતા કેટલાક યાત્રીઓ ઇજાગ્રસ્‍ત થયા છે. સ્‍પાઈસ જેટે આ દુર્ભાગ્‍યપૂર્ણ ઘટના પર દુઃખ વ્‍યક્‍ત કર્યું છે. ઇજાગ્રસ્‍તોને સંભવ સારવાર આપવાની વાત કરી છે. અધિકારીઓએ જણાવ્‍યું કે, વિમાન હજુ પણ દુર્ગાપુર એરપોર્ટ પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.