Western Times News

Gujarati News

આનંદનગરમાં યુવકે બાળાને ફોન પર ધમકીઓ આપતાં છેડતીની ફરીયાદ દાખલ

નવરાત્રી દરમિયાન નાનીનાં ઘરે ગયેલી બાળકીનો નંબર મેળવી
તેને વાત કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ

અમદાવાદ : શહેરમાં મહિલાઓ તથા યુવતીઓ સાથે ખરાબ વર્તન કરતાં હવસખોરો સામે કેટલીય ફરીયાદો નોંધાઈ છે. જે અંગે કાર્યવાહી કરીને પોલીસે કેટલાંય શખ્સોની અટક કરી છે. ખાસ કરીને નાની બાળાઓ સાથે પણ હમણાંથી આવી ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. જે ચિંતાજનક છે. આ સ્થિતિમાં  એક બાર વર્ષની બાળાની પાછળ પડેલાં ૩૦ વર્ષીય પુરૂષ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

આનંદનગર વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી ૧૨ વર્ષીય માસુમ બાળકી નવરાત્રી દરમિયાન તેનાં ઘરથી થોડે જ દુર રહેતી નાનીનાં ઘરે ગઈ હતી. તા ૫-૧૦-૧૯ની રાત્રે આ બાળા લિફ્ટમાં જઇ રહી હતી ત્યારે એ જ ફ્લેટમાં રહેતો ૩૦ વર્ષીય હર્ષ દવે પણ લિફ્ટમાં ઘુસ્યો હતો અને તેની પાસે ફોન નંબર માંગ્યો હતો.

જાકે બાળકીએ નંબર આપવાની ના પાડતાં હર્ષે અન્ય કોઈ રીતે નંબર મેળવ્યો હતો. તથા બાળકીને વારંવાર ફોન કરતો હતો. જા કે તેણે ફોન ન ઊપાડતાં બાળકીએ હર્ષે તેને મારો ફોન કેમ નથી ઊપાડતી જેવાં ધમકીભર્યા મેસેજા કર્યા હતાં.

ગભરાઈ ગયેલી બાળકીનું અજીબ વર્તન જાઈ માતાપિતાએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના વર્ણવી હતી. જે સાંભળીને માતા પિતા ચોંકી ઊઠ્યા હતા અને બાળકીને લઇને તુરંત જ આનંદનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં હર્ષ વિરૂદ્ધ ફરીયાદ કરતાં પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.