Western Times News

Gujarati News

સળંગ પાંચ પરાજય બાદ કોલકાતાનો વિજય થયો

કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને હરાવ્યું

રાજસ્થાને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૨ રન નોંધાવ્યા જવાબમાં કોલકાતાએ ૧૯.૧ ઓવરમાં ૧૫૮ રન બનાવ્યા

નવી દિલ્હી,બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ રિંકુ સિંહ અને નિતિશ રાણાની લાજવાબ બેટિંગની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે IPL-T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં સોમવારે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો. IPL-2022માં સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતાનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે હતો. રાજસ્થાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યા બાદ કોલકાતાએ સંજૂ સેમસનની આગેવાનીવાળી ટીમને મોટો સ્કોર કરવા દીધો ન હતો. સંજૂ સેમસનના ૫૪ રનની મદદથી રાજસ્થાને નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૨ રન નોંધાવ્યા હતા.

જેના જવાબમાં કોલકાતાએ ૧૯.૧ ઓવરમાં ૧૫૮ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. કોલકાતાએ સળંગ પાંચ પરાજય બાદ વિજય નોંધાવવામાં સફળતા મેળવી હતી. કોલકાતા સામે ૧૫૩ રનનો લક્ષ્યાંક હતો અને ટીમે તેને આસાનીથી પાર પાડ્યો હતો. જેમાં નિતિશ રાણા અને રિંકુ સિંહની બેટિંગ મહત્વની રહી હતી. ટીમે ૧૬ રનના સ્કોર પર એરોન ફિંચની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે બાબા ઈન્દ્રજીત ૧૫ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે સુકાની શ્રેયસ ઐય્યરે ૩૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૩૪ રન ફટકાર્યા હતા. જાેકે, નિતિશ રાણા અને રિંકુ સિંહની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

આ જાેડીએ બાદમાં રાજસ્થાનના બોલર્સને તક આપી ન હતી અને ટીમને વિજય સુધી દોરી ગયા હતા. આ જાેડીએ ૬૬ રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. રાણાએ ૩૭ બોલમાં બે સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે અણનમ ૪૮ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રિંકુ સિંહે ૨૩ બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ ૪૨ રન ફટકાર્યા હતા. રાજસ્થાન માટે ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને કુલદીપ સેને એક-એક વિકેટ ઝડપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

રાજસ્થાનની બેટિંગ સારી રહી હતી પરંતુ તે વધારે મોટો સ્કોર નોંધાવી શકી હતી. સુકાની સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરી હતી અને તેની ઈનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. દેવદત્ત પડિક્કલ પાંચ બોલમાં બે રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમે ૨.૧ ઓવરમાં સાત રનના સ્કોરે પોતાનો પ્રથમ ઓપનર ગુમાવી દીધો હતો. બાદમાં ઈનફોર્મ ઓપનર જાેસ બટલર અને સુકાની સંજૂ સેમસને બાજી સંભાળી હતી. આ જાેડીએ ૪૮ રનની ભાગીદારી નોંધાવી હતી. બટલર મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.