Western Times News

Gujarati News

અમદાવાદ મેયરની “કોંગ્રેસ મુકત” મીટીંગ

“વોટ નહીં તો રોડ નહીં” ની નવી રાજનીતિ સામે કોંગ્રેસમાં આક્રોશ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ચોમાસાની સીઝન દરમ્યાન તૂટેલા રોડ-રસ્તા ને તાકીદે રીપેર કરવા માટે શહેરના પ્રથમ નાગરીકે “કોંગ્રેસ-મુકત” (Ahmedabad Mayor meeting without Congress members) બેઠક કરી હતી. સદ્દર બેઠકમાં ઈજનેર અધિકારીઓ અને માત્ર ભાજપના જ કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીટીંગમાં મેયરે રોડ કામ માટે કોર્પોરેટરોની પ્રાયોરીટી જે ધ્યાનમાં લેવા ફરમાન કર્યા છે. મીટીંગમાં માત્ર ભાજપના જ કોર્પોરેટરો ને આમંત્રણ હોવાથી રોડના કામ પણ ભાજપના જ વિસ્તારોમાં થશે તેમ માનવામાં આવી રહયું છે. જયારે કોગ્રેસના કોર્પોરેટરોને તેમના મતદારો “વિકાસ”ની નવી રાજનીતિ નો ભોગ બન્યા છે.

કોગ્રેસ પક્ષ જનહિત માટે અલગથી મીટીંગ બોલાવશેઃ દિનેશ શર્મા

તેમ લાગી રહયું છે.મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ની ગેરહાજરીમાં તાકીદે બોલાવેલી બેઠક ચર્ચાનો વિષય પણ બની છે. રોડ રસ્તા માટે મેયરે બોલાવેલ ઝોનવાઈઝ બેઠકમાં “કોગી” કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું ન હતું. તેથી ટુંક સમયમાં વિપક્ષી નેતાઓ પણ ઝોન-વાઈઝ મીટીંગ બોલાવવા નિર્ણય કર્યા છે.

અમદાવાદ શહેરમાં ધોવાણ થયેલ રોડ-રસ્તાને તાકીદે રીસરફેસ કરવા માટે શહેરના પ્રથમ નાગરીકે ઈજનેર અધિકારીઓ અને કોર્પોરેટરોની મીટીંગ (Meeting of Engineers and corporators for road repairing and resurfacing after heavy rain in ahmedabad) બોલાવી હતી.જેમાં ચર્ચાનો મુખ્ય અને એકમાત્ર મુદ્દો તૂટેલા રોડ નો રહયો છે. મેયરે તેમની મીટીંગ દરમ્યાન અધિકારીઓને આડા હાથે લીધા હતા તથા કોર્પોરેટરોની પ્રાયોરીટીને જ અંતિમ ગણવાના આદેશ પણ કર્યા હતા. જા કે, આ મીટીંગમાં માત્ર ભાજપના જ કોર્પોરેટરો ને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી તેમની જ પ્રાયોરીટી માટે વાત થઈ હશે.

ભાજપના કોર્પોરેટરોને તેમની વ્યથા ઠાલવવા ખુલ્લુ આમંત્રણ પણ અપાશેઃ કોંગ્રેસ

જયારે કોગ્રેસ માટે “બારે મહીના એક સમાન” રહેશે. તૂટેલા રોડ-રસ્તાની મીટીંગમાં અવગણના કરવા બદલ મ્યુનિ. કોંગ્રેસ પક્ષમાં વ્યાપક રોષ જાવા મળી રહયો છે. મ્યુનિ.કોગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીના (congress leader Surendra Baxi) જણાવ્યા મુજબ ચોમાસા દરમ્યાન સમગ્ર શહેરના રોડ તૂટયા છે. તથા કરવેરા પણ તમામ નાગરીકો ભરપાઈ કરે છે. ત્યારે શહેરના પ્રથમ નાગરીક આ પ્રકારે “વ્હાલા-દવલા” ની નીતિ અપનાવે તે અત્યંત શરમજનક બાબત છે.

કદાચ, વિપક્ષની હાજરીમાં તમામ “પોલ” ખુલી જવાના ડરથી પણ આમંત્રણ આપવામાં આવ્યું નહીં હોય ! શહેરના જે વોર્ડમાં ભાજપની પેનલ હશે તે વોર્ડમાં જ રોડ બનશે કે તેને પ્રાયોરીટી આપવામાં આવશે તેમ મેયરના આદેશનું અર્થઘટન થઈ શકે છે. વિકાસ ની આ રાજનીતિ ને “ડર”ની રાજનીતિ પણ માનવામાં આવે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના દિનેશ શર્માએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટરો અને મતદારોની અવગણના સાંખી લેવામાં આવશે નહીં. ભાજપ પ્રજાકીય કામોમાં રાજકારણ થઈ રહયું છે.

તે અત્યંત શરમજનક બાબત છે. “સહુ નો સાથ, સહુનો વિકાસ” કે “સર્વાગી વિકાસ” ના સુત્રો માત્ર ચુંટણી પુરતા જ સીમિત થઈ ગયા હોય તેમ લાગી રહયું છે.

શહેર ના તમામ નાગરીકોનો સમાન અધિકાર છે તેવા સંજાગોમાં માત્ર “વોટ”માટે થઈને નાગરીકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી શકાય નહીં. મેયરની મીટીંગ બાદ એ બાબત સ્પષ્ટ થાય છે કે ભાજપના કોર્પોરેટરોની માંગણી મુજબ જ કામ કરવામાં આવશે. જે વોર્ડમાં બંને પક્ષના કોર્પોરેટરો હશે તે વોર્ડમાં કદાચ “બુથ” ની પણ ગણત્રી કરી શકે છે !

કોગ્રેસના મતદારોને સુવિધાથી વંચિત રાખીને “ડરાવવાના” પ્રયાસ થઈ રહયા છે. પરંતુ કોગ્રેસના કોર્પોેરેટરો અને મતદારો હિંમત હારે તેમ નથી. તેથી જા મેયર મીટીગ કરી શકે છે તો કોગ્રેસ પક્ષ પણ રોડ-રસ્તા માટે ઝોનવાઈઝ મીટીગ કરશે તથા પ્રજાકીય કામો માટે અધિકારીઓને હાજર રહેવાની ફરજ પણ પાડી શકે છે તેમજ ભાજપના કોર્પોરેટરો ને પણ તેમની સમસ્યા રજુ કરવા માટે ખુલ્લુ આમંત્રણ આપવામાં આવશે.

મેયરની મીટંગમાં જે કોર્પોરેટરો દિલ ખોલીને બોલી શકયા નથી. તે કોર્પોરેટરો કદાચ કોગ્રેસની મીટીંગમાં તેમની વ્યથા રજુ કરવા હાજરી પણ આપી શકે છે તેવા કટાક્ષ પણ વિપક્ષી નેતાએ કર્યા હતા.

શહેરના તૂટેલા રોડ-રસ્તા માટે મેયરે તાકીદે જે મીટીંગ કરી હતી તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ની ગેરહાજરીમાં મીટીંગ થઈ હોવાથી તે ચર્ચાનો વિષય બની છે. તેમજ “કોગ્રેસ મુકત”  મીટીંગ મુદ્દે પણ વિવાદ ચાલી રહયો છે. તેથી જ“માંડ-માંડ ચાર વાદળ ભેગા થયા પણ વરસ્યાનો પોતાના જ ખેતર પર” તથા “વાવાઝોડાના આગમન સાથે વાદળ વિખરાઈ ન જાય” તેવા કટાક્ષ પણ મ્યુનિ. ભવનમાં ચાલી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.