Western Times News

Gujarati News

શામળાજી પોલીસનો સપાટો : ટ્રકમાંથી 21.75 લાખની અધધ 15288 દારૂની બોટલ ટ્રકમાંથી ઝડપી

સુરતના પપ્પુ બુટલેગરે મંગાવ્યો હતો દારૂ

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક 48 કલાકમાં બે ટ્રક અને એક કારમાંથી 37 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણ બુટલેગરોને દબોચી લીધા હતા મંગળવારે સાંજના સુમારે ટ્રકમાંથી 21.75 લાખનો દારૂ ઝડપી પાડી બે ખેપિયાને દબોચી લીધા હતા સુરતના પપ્પુ નામના બુટલેગરે રાજસ્થાન ઉદેપુરના ગોવિંદસિંહ રાજપૂત અને સોનુ નામના બુટલેગરો પાસે વિદેશી દારૂ મંગાવ્યો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ હતી.

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી લાઈનો ચાલી રહી હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે શામળાજી પોલીસ સ્ટેશનમાં નવા થાણા અધિકારી ચાર્જ સંભાળે ત્યારે અને તેમની ગેરહાજરીમાં થાણા ઇન્ચાર્જ હોય ત્યારે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતો હોવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતે પ્રોહીબીશનની શખ્ત કાર્યવાહી કરવાના આદેશના પગલે જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે 48 કલાકમાં ત્રણ વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે દારુની હેરફેર માટે બુટલેગરા પોલીસથી બચવા માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે.

શામળાજી ઇન્ચાર્જ પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી એક બંધ બોડીના શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટી નંગ-500 કુલ બોટલ,બિયર,ટીન નંગ-15288 કીં.રૂ.2175540/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક જીતેન્દ્ર વગતરામજી ડાંગી (રહે,ડાંગીઓકા તલાવ, ચિત્તોડગઢ-રાજસ્થાન) અને સુખલાલ કમલાશંકર ડાંગી (રહે,મહારાજકી ખેડી,વલ્લભનગર-ઉદેપુર) ને ઝડપી પાડી વિદેશી દારૂ,ટ્રક, મોબાઈલ મળી રૂ.29.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી 5 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દારૂની હેરાફેરીમા સંડોવાયેલ બુટલેગરો અને ખેપિયાના નામ

1) જીતેન્દ્ર વગતરામજી ડાંગી (ટ્રક ડ્રાઈવર)

2)સુખલાલ કમલાશંકર ડાંગી (ક્લીનર)

3)ટ્રકમાં દારૂભરી આપનાર ગોવિંદસિંહ રાજપૂત (રહે, ઉદેપુર-રાજસ્થાન)

4)ટ્રકમાં દારૂ ભરી આપનાર સોનુ નામનો શખ્સ

5)પપ્પુ ભાઈ (સુરત, દારૂ મંગાવનાર બુટલેગર)

 

 

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.