Western Times News

Gujarati News

ફાયર ડે ઉપલક્ષમાં GSPC એ વાપી VIA ને બે ફાયર એમ્બ્યુલન્સ ની  ભેટ આપી

વાપી,વાપી ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવો અવિરત બનતા રહે છે. આવા બનાવોમાં વાપી જી.આઈ.ડી.સી.ની ફાયર સેવા વધુ સક્ષમ બની હતી. જી.એસ.પી.સી.એ આજે બુધવારે ફાયર ડે ઉપલક્ષમાં વી.આઈ.એ.ને બે ફાયર ફાઈટિંગ રોબોટ કમ એમ્બ્યુલન્સ ભેટ આપી છે. જી.એસ.પી.સી. દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત આજે વાપી ઔદ્યોગિક વસાહત માટે વી.આઈ.એ.ને બે ફાયર ફાઈટિંગ રોબોટ કમ એમ્બ્યુલન્સ સાદર ભેટ આપી હતી.

વાપી વસાહત માટે આ સેવા અતિ ઉપયોગી પુરવાર થશે. કારણ કે આધુનિક તમામ ટેકનિક સજ્જ આ એમ્બ્યુલન્સના આગમનથી વાપીની ફાયર સેવા વધુ સક્ષમ બની છે. આ પ્રસંગે કેબિનેટ નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, જી.એસ.પી.સી.ના ચેરમેન આઈ.એ.એસ.શ્રી સંજીવ કુમાર, વી.સી.એમ.ડી. જી.આઈ.ડી.સી. એમ.થેન્નારસન, વી.આઈ.એ. પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, મા.સેક્રેટરી શ્રી સતીષભાઈ પટેલ તથા વી.આઈ.એ. એડવાઈઝરી મેમ્બર શ્રી મિલનભાઈ દેસાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.