Western Times News

Gujarati News

પાલનપુર : માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોનો ૧૧ મો સ્પે. ખેલ મહાકુંભ યોજાયો

(માહિતી બ્યુરો પાલનપુર)ગુજરાત સરકારના રમત- ગમત વિભાગ દ્વારા માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટેનો બનાસકાંઠા જિલ્લાનો ૧૧ મો સ્પે. ખેલ મહાકુંભ જિલ્લા રમત સંકુલ, ધનિયાણા ચોકડી, પાલનપુર ખાતે યોજાયો હતો. જેમાં ૩૭૫ બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. ૧૧ મો સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સમગ્ર શિક્ષા કચેરી IED તેમજ IEDSS વિભાગ હેઠળના જિલ્લાના માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો તેમજ જિલ્લામાં દિવ્યાંગતા ક્ષેત્રે કાર્ય કરતી અલગ- અલગ સંસ્થાના માનસિક ક્ષતિ ધરાવતા ૩૭૫ દિવ્યાંગ બાળકોએ અલગ- અલગ રમતોમાં ભાગ લીધો હતો.

માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે ઉદાર હાથે ફાળો આપી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દાતાશ્રીઓમાં પ્રમુખશ્રી બિલ્ડર એસોસિએશન, પાલનપુરના મનુભાઇ લક્ષ્મીચંદભાઇ હાજીપુરાએ તેમના બંને બાળકો હર્ષ અને હિતેનના જન્મ દિવસની યાદમાં લંચબોક્ષ તમામ બાળકોને ઇનામ આપ્યા હતા. જન સેવા એજ પ્રભુ સેવા ગૃપ પાલનપુર દ્વારા તમામ બાળકોને સેલો પાણીની બોટલ ઇનામ આપવામાં આવી હતી.

ગાલવ ડેરી પ્રોડક્ટ્સ તરફથી ૧૧ મા સ્પે. ખેલ મહાકુંભમાં આવનાર તમામને આઇસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. શિવગૃપ, પાલનપુર દ્વ્રારા ખેલ મહાકુંભમાં આવનાર તમામને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો હતો. મહેન્દ્રભાઇ કોન્ટ્રાક્ટર દ્વ્રારા ખેલ મહાકુંભ આવનાર તમામ બાળકોને બુંદીના પ્રસાદ પેકેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મુકેશભાઇ ઘોયા, હિમંતભાઇ કાપડી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિસ્મય વ્યાસ તથા એથ્લેટીક્સ કોચ જી. કે. ભાટી, સમગ્ર શિક્ષા –બનાસકાંઠાના જિલ્લા આઇ.ઇ.ડી કો- ઓર્ડીનેટરશ્રી હરેશભાઇ પરીખ,

સિવિલ હોસ્પીટલ પાલનપુરના સિવિલ સર્જનશ્રી ડૉ. રીહેન દેસાઇ, પ્રવિણભાઇ ગૌસ્વામી, ધવલભાઇ મહેતા તથા સક્ષમ સંસ્થા બનાસકાંઠા પ્રતિનિધિ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૧ મો સ્પે. ખેલ મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના આ કાર્યક્રમને સફળ બનાવવામાં બનાસકાંઠા જિલ્લાના ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજરશ્રી મેહુલ કે જોષી તથા IEDSS વિભાગના કર્મચારીઓ શિવરામભાઇ રાવત, મહેશભાઇ પટેલ, રમીજ રાજા મોગલ, રાકેશભાઇ પ્રજાપતિ, જીતેન્દ્રભાઇ અઢિયોલ તથા કમલેશભાઇ ચૌધરી તથા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, પાલનપુરના તમામ સ્ટાફગણની સહભાગીદારીથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. ૧૧ મો સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ ના આ કાર્યક્રમનું સફળ સંચાલન મેહુલ કે જોષી તથા શિવરામભાઇ રાવત દ્વ્રારા કરવામાં આવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.