Western Times News

Gujarati News

ઇતિહાસમાં પહેલી વાર બન્યું કે વિપક્ષ નેતાના ઘરે મુખ્યમંત્રી ગયા

જામલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને મળી પિતૃશોક બદલ સાંત્વના પાઠવી-પિતૃશોક અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા સદગતને હાર્દિક અંજલિ આપી

છોટા ઉદેપુર, ૧૮ મુખ્યમંત્રીઓના ઇતિહાસમાં પહેલી વાર બન્યું કે વિપક્ષ નેતાના ઘરે CM ગયા હોય, ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા સુખરામ રાઠવાના ઘરેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના પિતાના દુઃખદ અવસાન અંગે શોકસંતપ્ત પરિવારને જામલી ગામે પ્રત્યક્ષ મળી સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપૂરના પોતાના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન કવાંટ તાલુકાના જામલી ગામે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને પહોચીને સુખરામભાઇના પિતાશ્રીના દુઃખદ અવસાનથી શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવીને સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના પિતા હરિયાભાઇ રાઠવાનું તાજેતરમાં દુઃખદ અવસાન થયુ છે. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબહેન સુથાર, ધારાસભ્યઅભેસિંહ તડવી, મોહનસિંહ રાઠવાએ પણ સુખરામ રાઠવાના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતા હરીયાભાઈ નમલાભાઈ રાઠવાનું તા.૧-૫-૨૦૨૨ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.