મલાઈકા અર્જુને કરી લીધું છે ભવિષ્યનું પ્લાનિંગ
અમે તેવા સ્ટેજ પર છીએ જ્યાં વિચારી રહ્યા છીએ કે આગળ શું કરવું ?
અમને સાથે મળીને ભવિષ્ય જાેવાનું અને અમે તેને અહીંથી ક્યાં લઈ જઈ શકીએ તે જાેવાનું અમને ગમશે: મલાઈકા
મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. બોલિવુડના લવબર્ડ્સ ઘણા વર્ષથી રિલેશનશિપમાં છે, જાે કે લાંબા સમય સુધી બંનેએ આ અંગે મૌન સેવીને રાખ્યું હતું. જાે કે, જ્યારે પણ તેઓ સાથે હેન્ગ આઉટ કરતાં કે લંચ-ડિનર ડેટ પર જતાં ત્યારે તેઓ એકબીજાના પ્રેમમાં હોવાની વાતને જાેર મળતું હતું. હવે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજા વિશે વાત કરવામાં ખચકાટ અનુભવતા નથી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં એક્ટ્રેસને અકસ્માત થયો હતો. જેમાંથી તે ધીમે-ધીમે રિકવર થઈ ગઈ છે અને કામ પર પરત ફરી છે.
હાલમાં વાતચીતમાં મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથેના સંબંધો વિશે વાત કરી હતી તેમજ તે સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માગતી હોવાનું કહ્યું હતું. તું અર્જુન કપૂર સાથેના તારા સંબંધોને કઈ રીતે જુએ છે? શું તમે બંનેએ તેને આગામી સ્ટેજ પર લઈ જવાનું નક્કી કર્યું છે? તેમ પૂછતાં મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે, ‘દરેક રિલેશનશિપની પોતાની પ્રોસેસ હોય છે. તેનું પ્લાનિંગ હોય છે કે આગળ શું થશે અને રિલેશનશિપ ક્યાં જશે.
સૌથી મહત્વનો ભાગ એ છે કે, શું આપણે સાથે ભવિષ્ય ઈચ્છીએ છીએ. જાે તમે તેવા રિલેશનશિપમાં છો જ્યાં તમે હજી પણ કેટલીક બાબતોનો ઉકેલ લાવી રહ્યા છો અને કહી રહ્યા છે કે ‘અરે…હું જાણતી નથી’ હું મારા રિલેશનશિપમાં આવા સ્ટેજ પર ઉભી નથી. તે મારા માટે મહત્વનું છે. અમે તેવા સ્ટેજ પર છીએ જ્યાં વિચારી રહ્યા છીએ કે, હવે શું કરવાનું છે. અમે ઘણા મુદ્દે ચર્ચા કરીએ છીએ.
અમે બંને મેચ્યોર છીએ, ઘણી બાબતો ડિસ્કવર કરવાની છે. અમને સાથે મળીને ભવિષ્ય જાેવાનું અને અમે તેને અહીંથી ક્યાં લઈ જઈ શકીએ તે જાેવાનું અમને ગમશે. અમે આ અંગે હસીએ છીએ અને જાેક પણ મારીએ છીએ. પરંતુ અમે ગંભીર પણ છીએ. તમારે રિલેશનશિપમાં પોઝિટિવ અને સુરક્ષિત અનુભવવાની જરૂર છે. હું ખુશ અને પોઝિટિવ છું. મને નથી લાગતું કે, એક સમયે દરેક પત્તા ખોલવા જાેઈએ. અમને હજી પણ અમારું જીવન ગમે છે અને નિયમિત રોમાન્સ કરીએ છીએ. હું હંમેશા તેને કહું છું કે, હું તેની સાથે ઘરડી થવા માગુ છું. બાકીનું અમે જાેઈ લઈશું, પરંતુ મને મને ખબર છે કે ‘હી ઈઝ માય મેન”. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાના પરિવારે પણ તેના અર્જુન કપૂર સાથેના સંબંધો સ્વીકારી લીધા છે. એક્ટર દરેક તહેવાર મલાઈકા અને તેના પરિવાર સાથે મનાવે છે.sss