Western Times News

Gujarati News

ધામણોદ ગામ પાસે છોટા હાથી ટેમ્પામાં કતલના ઇરાદે લઈ જવાતા પશુઓને બચાવાયા

Files Photo

શહેરા,પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ધામણોદ ગામ પાસે મળેલી બાતમીના શહેરા પોલીસે વોચ ગોઠવીને ચાર જેટલા અબોલ મુંગા પશુઓને કતલખાને જતા બચાવી લીઘા હતા.આ મામલે પોલીસ દ્વારા ચાર આરોપીઓ સામે પશુ સંરક્ષણના કાયદાની કલમો મુજબ ગુનો નોંધીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો છોટાહાથી વાહનમાં અબોલ મુંગા પશુઓને લઈને ધામણોદ ગામ બાજુથી પસાર થનારા છે.

આથી શહેરા પોલીસની ટીમે ધામણોદ ચોકડી પાસે રાતના સમયે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળી ગાડી આવતા તેને ઉભી રાખવાનુ કહેવામા આવ્યુ હતુ.ગાડી ઉભી રાખતા તેમા તપાસ કરતા ચાલકની સાથે અન્ય ત્રણ ઈસમો પણ બેઠેલા હોવાનુ જણાયુ હતું.તેમજ ગાડીના પાછળના ડાલામાં તપાસ કરતા ચાર જેટલા મુંગા પશુઓ દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનૂ જણાતા શહેરા પોલીસે પશુઓને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.ત્યારબાદ પુછપરછમાં ચાર ઈસમોએ પોતાના નામો વસીમ નઝીર શેખ,સમીર સંમદર બેલીમ,આરીફ યુસુફ શેખ,એઝાઝ અશરફ અંશારી જણાવ્યા હતા પોલીસે પશુઓ તેમજ વાહન મળીને કુલ 40,000ની માલમત્તાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી ઈસમો સામે પશુ સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંઘીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.