Western Times News

Gujarati News

કાંકરેજના ચીમનગઢ ખાતે ૧૧ મા ખેલ મહાકુંભ અંતર્ગત ખો-ખો ની સ્પર્ધા યોજાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લા રમત- ગમત કચેરી, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ૧૧ મા ખેલ મહાકુંભ અંતર્ગત ખો- ખો ની જિલ્લાકક્ષાની સ્પર્ધા કાંકરેજ તાલુકાના ચીમનગઢ ખાતે શ્રી વિનય વિદ્યામંદિરમાં તા. ૪ મે- ૨૦૨૨ના રોજ ભાઇઓ માટે અને તા. ૫ મે-૨૦૨૨ ના રોજ બહેનો માટે યોજાઇ હતી.

આ સ્પર્ધામાં અંડર ૧૪ ભાઈઓમાં પ્રથમ નંબર- થરાદ, અંડર ૧૭ ભાઈઓમાં પ્રથમ નંબર – દિયોદર અને ઓપન ભાઈઓમાં પ્રથમ નંબર- ડીસાએ મેળવ્યો હતો. જ્યારે અંડર ૧૪ બહેનોમાં પ્રથમ -ધાનેરા, અંડર ૧૭ બહેનોમાં પ્રથમ નંબર- થરાદ અને ઓપનએજ બહેનોમાં પ્રથમ નંબર- થરાદએ પ્રાપ્ત કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખો- ખો કન્વીનરશ્રી રઘુભાઈ એન. પટેલે કર્યું હતુ અને આભારવિધિ મહેન્દ્રભાઈ બારોટે કરી હતી. આ સ્પર્ધામાં જિલ્લા રમત-ગમત કચેરીમાંથી શ્રી હિંમતભાઈ કાપડી, શ્રી ભારમોલભાઈ પટેલ, શ્રી રાજુભાઈ દેસાઈ, શ્રી ધનાભાઈ પટેલ, શ્રી દરગાજી એન. પટેલ અને વિવિધ ટીમોના ટીમ મેનેજર, કોચ અને વિદ્યાર્થી ભાઇઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.