Western Times News

Gujarati News

ગંગા સ્વરુપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના

ગંગા સ્વરુપા બહેનો પુન: લગ્ન કરી કૌટુંબિક જીવનમાં પ્રવેશી પુન:સામાજીક જીવન શરુ કરે તેવા ઉમદાહેતુથી ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરુપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મુકેલ છે સદર યોજના અંતર્ગત કુલ રૂ. ૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. સદર યોજના અંતર્ગત ગંગા સ્વરુપા આર્થિક સહાય મેળવતા લાભાર્થી બહેન કે જેઓની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષની હોય તેઓ પુન: લગ્ન કર્યાના ૦૬ માસની સમયમર્યાદામાં ડીજીટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી ગ્રામ પંચાયતના વી.સી.ઈ. દ્વારા તેમજ મામલતદાર કચેરી ખાતેથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

અરજી સાથે ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના મંજુરી આદેશ, પુન: લગ્ન નોંધણીનુ પ્રમાણપત્ર, આધારકાર્ડ, બે‍ન્‍ક ખાતાની વિગતો, જે વ્યક્તિ સાથે પુન: લગ્ન થયેલ છે તેઓના સરનામાનો પુરાવો, પુન: લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, દંપતિના ઉંમરના પુરાવા, વગેરે આધારપુરાવા સાથે અરજી કરી શકાશે. વધુ માહિતી માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી, રુમ નં. ૧૧૧, સી-બ્લોક, સરદાર પટેલ ભવન, નડિયાદનો સંપર્ક કરવા વિનંતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.