Western Times News

Gujarati News

વીપીએન સર્વિસ પ્રોવાઈડર્સે યુઝર્સના ડેટા ૫ વર્ષ સાચવવા પડશે

નવી દિલ્હી, ભારત સરકાર દ્વારા ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી નવી આઈટી પોલિસી પ્રમાણે હવેથી વીપીએન સર્વિસ પ્રોવાઈડર્સે યુઝર્સનો ડેટા કલેક્ટ કરવાનો રહેશે. વીપીએન એટલે કે, વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કંપનીઓએ હવેથી પોતાના કસ્ટમર્સનો ડેટા કલેક્ટ કરવાનો રહેશે તથા તેને ૫ વર્ષ સુધી મેઈન્ટેન રાખવો પડશે.

સીઈઆરટી-ઈન (કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા વીપીએન સર્વિસ પ્રોવાઈડર્સ માટે આ પ્રકારે નિર્દેશ આપવામાં આવ્યા છે. જૂન ૨૦૨૨ના અંત સુધીમાં ભારત સરકારની આ નવી પોલિસી લાગુ થશે. વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કની સર્વિસ આપતી કંપનીઓએ યુઝર્સનો ડેટા તેમના એકાઉન્ટ ડીલિટ થયા બાદ પણ સિક્યોર રાખવો પડશે.

આવી કંપનીઓએ યુઝર્સનું નામ, આઈપી એડ્રેસ, યુઝીસ પેટર્ન અને આઈડેન્ટિફાય કરવા લાયક અન્ય જાણકારીઓ સ્ટોર કરવી પડશે. સામાન્યરૂપે વીપીએન નો-લોગિંગ પોલિસી પર કામ કરે છે. કંપનીઓ ફક્ત રેમ ડિસ્ક સર્વર અને અન્ય લોગ-લેસ ટેક્નોલોજી સાથે ઓપરેટ કરે છે.

આ કારણે ડેટા અને યુઝને મોનિટર નથી કરી શકાતા. ભારતમાં હાલ ઓનલાઈન એક્ટિવિટી મામલે આકરાં પગલાં ભરવામાં આવ્યા છે અને તેના પરિણામે વીપીએન નિયમોમાં ફેરફાર થયો છે. સરળ શબ્દોમાં સમજીએ તો વીપીએનની મદદથી યુઝર્સ પોતાની બ્રાઉઝિંગ હિસ્ટ્રી, આઈપી એડ્રેસ અને જિયોગ્રાફિક લોકેશનને હાઈડ કરી શકે છે.

આ ઉપરાંત તેમની વેબ એક્ટિવિટીઝ અને ડિવાઈસની ડિટેઈલ્સ પણ હાઈડ રહે છે. હવેથી કંપનીઓએ આવા યુઝર્સના ડેટાને ઓછામાં ઓછા ૫ વર્ષ માટે સ્ટોર કરવા પડશે. જાે નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેમને ૧ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

નવી જાેગવાઈ પ્રમાણે કંપનીઓએ પોતાની ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી સિસ્ટમના લોગ્સ ભારતમાં મેઈન્ટેન કરવા પડશે. તે સિવાય વીપીએન પ્રોવાઈડર્સે ૧૮૦ દિવસ માટે યુઝીસ લોગ સ્ટોર કરવો પડશે. તેમાં કોઈ યુઝરની બ્રાઉઝિંગ એક્ટિવિટીનો પણ સમાવેશ થાય છે.

જાણવા મળ્યા મુજબ ૩ સર્વિસ પ્રોવાઈડર્સ સર્ફસાકર્ક, પ્રોટોન, વીપીએન અને એક્સપ્રેસ વીપીએન દ્વારા નિયમ માનવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. કંપનીઓએ એક અમેરિકી ટેક પબ્લિકેશનને તેઓ ભારતમાં નો-લોગ પોલિસી ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.