Western Times News

Gujarati News

હું ૨૦૨૨ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું: અલ્પેશ ઠાકોર

પાટણ, ગુજરાતમાં આગામી થોડા મહિનાઓમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યનું રાજકારણ પણ ગરમાઈ રહ્યુ છે. ત્યારે અલ્પેશ ઠાકોરનો એક વીડોયો હાલ ભારે ચર્ચામાં છે. જેમા તે કહેતા સંભળાય છે કે, હું ૨૦૨૨ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું અને તમારે મને જીતાડવાનો છે. નોંધનીય છે કે, રાધનપુરમાં સમૂહ લગ્ન યોજાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા કહ્યુ છે કે, ૨૦૨૨ની ચૂંટણીમાં હું રાધનપુરથી જ લડીશ. તમારે મને જીતાડવાનો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીંનો વિકાસ અટકી ગયો છે. તેમણે વધુમાં કહ્યુ કે, અલ્પેશ ઠાકોર લડવાનો જ છે અને જાે ના લડે તો જે લોકો દગો કરે છે તે લોકોતો ભૂલી જજાે કે તમે લડી શકશો.

અલ્પેશ ઠાકોરે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોર પર સમાજ તોડવાના આરોપ લગાવ્યા છે. રાધનપુરમાં ૨૦૨૨ની ચૂંટણી પહેલા ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી અંગે નિવેદન આપ્યું.

રાધનપુર બેઠક અંગે અલ્પેશના દાવા બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે  લવિંગજી ઠાકોરે અલ્પેશના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, હું પણ રાધનપુર બેઠક પરથી લડવાનો દાવેદાર છું.

અલ્પેશ ઠાકોર કહે છે કે, લવિંગજી સમાજને તોડવાનું કામ કરે છે તો સમાજે મને અપક્ષમાંથી જીતાડ્યો હતો. હું ઠાકોર સમાજમાં ૨૪ કલાક હોવ છું અન્ય સમાજમા પણ જાવ છું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.