Western Times News

Gujarati News

ગુજરાતના આ શહેરમાં થશે, રેસિન ઈમ્પ્રેગ્નેટેડ પેપર બુશિંગ્સનું ઉત્પાદન

હિટાચી એનર્જીએ ભારતમાં વિશિષ્ટ પ્રકારની પ્રથમ ટ્રાન્સફોર્મર કોમ્પોનન્ટ્સ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું- 72.5 કેવીથી 400 કેવી સુધીની રેન્જમાં રેસિન ઈમ્પ્રેગ્નેટેડ પેપર બુશિંગ્સના વાર્ષિક 1,000 યુનિટ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે

વડોદરામાં નવું પર્યાવરણ પર ઓછી અસર કરતું ઉત્પાદન એકમ ભારતીય ગ્રીડમાં વિશ્વસનીય પાવરને વેગ આપવાની હિટાચી એનર્જીની કટિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે

બેંગ્લોર, હિટાચી એનર્જી ઈન્ડિયા લિ.એ ગુજરાતના વડોદરા ખાતે તેની નવી ટ્રાન્સફોર્મર કોમ્પોનન્ટ્સ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં તેના સૌથી મોટા ઉત્પાદન એકમોમાં સ્થિત આ ફેક્ટરી ‘રેસિન ઈમ્પ્રેગ્નેટેડ પેપર’ નામની સૌથી વિશ્વસનીય ટેક્નોલોજી સાથે ડ્રાય બુશિંગ્સનું ઉત્પાદન કરશે. Hitachi Energy inaugurates first of its kind transformer components factory in India

ભારતમાં 400 કેવી વોલ્ટેજ સ્તર સુધીમાં રેસિન ઈમ્પ્રેગ્નેટેડ પેપર બુશિંગ્સનું ઉત્પાદન કરનારી આ સૌપ્રથમ ફેક્ટરી બનશે. આ ડ્રાય ટેક્નોલોજી ટ્રાન્સફોર્મર બુશિંગ્સના થર્મલ, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ પરફોર્મન્સમાં સુધારો કરે છે અને તેને પાવર ગ્રીડમાં નિયુક્ત ટ્રાન્સફોર્મર્સમાં વધુ ટકાઉ અને મજબૂત બનાવે છે.

વિશ્વમાં સૌથી મોટી ઓપરેશનલ સિંક્રોનસ ગ્રીડ્સમાંની એક ભારતની પાવર ગ્રીડને મજબૂત બનાવવી દેશ માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે તેનો આશય કાર્બન નાબૂદીની મહત્વાકાંક્ષા પૂરી કરવા તરફ એક પગલું આગળ વધવામાં વૈકલ્પિક ઊર્જાના હિસ્સાને એકીકૃત કરવાનો છે.

રેસિન ઈમ્પ્રેગ્નેટેડ પેપર બુશિંગ્સ ભેજનો પ્રવેશ, ઓઈલ લીકેજ અટકાવીને તથા ફેલ્યોરના કિસ્સામાં આગનું જોખમ ઘટાડીને પરંપરાગત ઓઈલ આધારિત વિકલ્પો કરતાં સુધારો પૂરો પાડે છે. આ ટેક્નોલોજી ઓપરેટર્સને ડાઉનટાઈમ અને જાળવણીનો ખર્ચ ઘટાડવાની સાથે ગ્રીડને સલામત બનાવવા સક્ષમ બનાવે છે.

ભારતમાં 400 કેવી રેસિન ઈમ્પ્રેગ્નેટેડ પેપર બુશિંગ્સનું ઉત્પાદન કરતું આ સૌપ્રથમ એકમ છે, જેમાં 72.5 કેવીથી 400 કેવી સુધીની રેન્જમાં રેસિન ઈમ્પ્રેગ્નેટેડ પેપર બુશિંગ્સના વાર્ષિક 1,000 યુનિટ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, જે આગામી પાંચ વર્ષમાં 50 એમયુએસડીના સંભવિત સ્થાનિક બજારની જરૂરિયાત પૂરી કરશે*.

આ ફેક્ટરી AirRIP® ફ્લેક્સ બુશિંગ્સનું ઉત્પાદન કરશે, જે માત્ર એક જ પ્રોડક્ટ પરિવાર સાથે મોડ્યુલર અને ફ્લેક્સિબલ ડિઝાઈન, લગભગ દરેક જરૂરિયાત અને ડિઝાઈન સ્પેસિફિકેશન્સને આવરી લેવાની સાથે હિટાચી એનર્જીની શ્રેષ્ઠ પ્રેક્ટિસનું અજોડ સંયોજન છે.

‘અમારા 80 ટકાથી વધુ પોર્ટફોલિયોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન થાય છે અને અમે નવી ટેક્નોલોજીસ માટે કેવી રીતે ક્ષમતામાં શ્રેષ્ઠ ઉમેરો કરી શકીએ તેનું સતત મૂલ્યાંકન કરીએ છીએ’, તેમ હિટાચી એનર્જી ઈન્ડિયા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એન. વેણુએ જણાવ્યું હતું. ‘આ પ્રકારના ઉત્પાદન ક્ષમતાના સ્થાનિકીકરણ દ્વારા અમે નવા રસ્તાઓ ખોલ્યા છે અને વધુ ગ્રાહક મૂલ્ય સર્જ્યું છે. આ બધું ઊર્જા સિસ્ટમને વધુ ટકાઉ, ફ્લેક્સિબલ અને સલામત બનાવે છે’ તેમ તેમણે ઉમેર્યું હતું.

‘ભવિષ્ય માટે તૈયાર આ ઉત્પાદન એકમ પર્યાવરણની અસરો ઘટાડવા અને તટસ્થ સંશાધનોની જાળવણી માટે ડિઝાઈન કરાઈ છે,’ તેમ હિટાચી એનર્જીના ટ્રાન્સફોર્મર બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર બ્રુનો મેલેસે જણાવ્યું હતું. ‘અમારું ધ્યેય ભારતમાં ઉત્પાદન કામગીરી આપણા કાર્બન નાબૂદીના લક્ષ્યાંકોને અનુરૂપ અને ટકાઉપણાના ઉચ્ચતમ ધોરણોને પૂરા કરતી હોય તેની ખાતરી કરવાનું છે,’ તેમ તેમણે ઉમેર્યું હતું.

ફેક્ટરી 100 ટકા ફોસિલ ફ્રી ઈલેક્ટ્રિસિટી પર કામ કરે છે. જાન્યુઆરી 2022માં હિટાચી એનર્જીએ જાહેરાત કરી હતી કે તેણે તેની સસ્ટેનેબિલિટી 2030 યોજનામાં નિર્ધારિત પ્રથમ પગલાંના લક્ષ્ય તરીકે તેની કામગીરીમાં 100 ટકા ફોસિલ-ફ્રી વીજળી પ્રાપ્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.